Monday 18 November 2019

The education

Education is a most significant instrument of societal transformation . Education is the most important key to abolish the disparity prevalent in society .Education is not matter of give n take.It is not just about getting or distributing  degrees .It can' t be  equalize with other commodities with which price tag are attached majority times.Education is a treasure enriched by sincere effort of the great human beings who have  been keen  and sincere  to create knowledge for betterment of society.If one say society is paying for education it is wrong notion manufactured to misguide the common people. Actually Society is investing in education so that its fruits will be enjoyed by future generation.Education is not just for to prepare best  professionals  but to prepare the good citizen who understand the very  essence of  core value of civil life n execute it in a way to bring prosperity for society.
In conclusion,education is a  stream  which nurture a  innocent child to become a responsible citizen moreover a good human being .

Tuesday 8 October 2019

આધુનિક અંગુલિમાલ



આધુનિક અંગુલિમાલ  --- 

આજે સમય કોલેજ થી ઘરે આવ્યો.
એણે રૂમમાં બેગમૂકી અને ડ્રોઈંગ રૂમમાં ટીવી જોવા લાગ્યો.
પણ એનું મનમગજ ટીવી જોવામા નહોતું બસ એ તો પપ્પા આવે એની રાહ જોઇ રહ્યો હતો.
એટલા માં  એના પપ્પા ઘરે આવી ગયા એમણે  પાણી અને થોડી ચા પીધી.
સમય ના મમ્મી  વિધિ  બહેન આજે બહાર ગયા હતા.
પપ્પા એ પૂછ્યું : સમય આજે વેહલા આવી ગયો
એણે  કીધું હા.
પપ્પા આપણે કૈક વાત કરી શકીયે.
ચોક્કસ  કેમ  નઈ. 
આ મને તમે જે ગાડી આપી છે ફેરવવા એ કેટલા ની આવે?
કેમ ? ના ગમી? નથી બરોબરચાલતી ?  કંઇ તકલીફ છે?
ના એવું કઈ નથી.
તમે કહો તો ખરાં,આ તો જરા એમ જ જાણવું તું.
ઓકે. 
આટલા રુપીયાની
તો પપ્પા તમારો સેલરી કેટલો?
સમય આ કેવો  પ્રશ્ન  ?
એનું જાણીને તારે  શું કરવું છે  ?
ઈન્ક્મ  ટેક્સ  ભરવો છે કે ?
તમે કહો તો ખરા પપ્પા..
ઓકે  અંદાજે આટલો..
તો એટલો પગાર ક્યારથી આવે ?
બરોબર બસ બે વરસથી મને પ્રમોશન મળ્યું ત્યારથી.
દર વર્ષે તમે મારા ભણવાની પણ આટલી બધી ફી  ભરો જ છો.
હા એ તો કરવું જ પડે ને તો જ તને આગળ સારી નોકરીધંધો મળે ને.
 પણ મને એમ થાય કે જો આટલી ફી ભરો,ઘરના લોનના હપ્તા ભરો ,ઘર સુખશાહિબથી ચલાવીયે તો પછી આ કાર ખરીદીના રૂપિયા તમે કેવી રીતે બચાવી લીધા 
 રૂમ  નું  વાતાવરણ સાવ  નિશબ્દ  થઇ  ગયું  આ પ્રશ્ન થી ..
 અને એના પપ્પા પણ.
ત્યાં સમય ના મમી  વિધિ બહેન આવી જાય છે 
એમણે અજાણે પરિસ્થિતિ હાથ માં લઇ લે છે . 
સમય આજે પપ્પા જોડે શું  ચર્ચા માંડી છે ?
પપ્પા વાત  વાળી  લઇ એને  સમજાવે છે કે  હવે તું કોલેજ મા આમ કાર લઈ ને જાય તો તને  કમ્ફર્ટ  રહે ને તારું સ્ટેટ્સ બને.
 એ તો સાચું પણ પપ્પા  મેં તો ક્યાં કાર માંગીતી  જ?
ને તમેય જાણે જ છો મને તો બાઈક પર જ ફરવુ આવવું જવું ગમે છે.
 થોડું પોલ્યૂશન બી ઓછું થાય , આઈ એમ એન્વાયરમેન્ટ સેન્સિટિવ પરસન યુ નો .

ગયા મહિને પણ મમ્મી ના જન્મદિવસે તમે એમને પેલો મોંઘો ડાયમંડ  નેકલેસ આપ્યો હતો.
જો કે મને યાદ છે મમ્મીએ ડાયમન્ડ રિંગ જ માંગી હતી  

તો પપ્પા એક વાત કહું આટલી મોંઘી વસ્તુ તમે ક્યાંથીકેવી રીતે ખરીદી લાવો,અપાવો  છો પપ્પા ?

ને અમે એ વસ્તુઓ તો માંગી જ  નથી હોતી તો તમે શા કારણે  એ  વસ્તુઓ ,સુવિધાઓ આપવો છો?

પપ્પા  સમયને કોઈ જવાબ નથી આપતા.

 ત્યાં   તો વિધિ બહેન  રસોડા માંથી બૂમ પાડી ચાલો જમવાનું થઇ ગયું છે. નિમિત્ત તમે  સમય  ને  કો જલ્દી હાથ ધોઈ  લે ને તમે બંને  જમવા આવી  જાવ.  

પણ નિમિત્ત  ના મનમાં એજ ચાલતું હોય છે કે સમયના મન માં આ પ્રશ્ન આવ્યા ક્યાંથી ? 

બસ એ  ઝડપ થી  પોતાનું જમવાનું પૂરું કરી  ધાબા પાર જઈ  આંટા  મારવા લાગે છે.
નિમિત્ત સમય ને  પણ  જમીને ધાબા પર આવવા  કહે  છે. 

એને ખ્યાલ હતો જ સમય ફરીથી એ પ્રશ્નો પર આવશે  જ. 
થોડી વાર માં સમય ધાબા પાર આવી જાય છે.
નિમિત્ત એને અંગુલીમાલ ને બુદ્ધની વાર્તા કહે છે.

હવે નિમિત્ત એટલે કે પપ્પા સમયને પૂછે છે પણ આજે કોલેજ ગયો  તો   શું શું  કર્યુંશું શું શીખ્યો?

હંમમ સવારે લેકચર્સ ભર્યાપછી બ્રેક માં હું નાસ્તો કરવા જ્યાં જવું છું ત્યાં ગાડી લઇને ગયો તો. 
હું નાસ્તો કરી રહ્યો તો ત્યારે ત્યાં એક ભિખારી થોડી દૂર બેઠો  હતો .
પપ્પા પૂછે છે પછી.
એ છાપુ  વાંચતો તો.

મને બી  આશ્ચર્ય  થયુ કે એટ્લે મેં  બી પુછી  કાઢ્યું  આ છાપું વાંચી ને  વળી  કયો  બિઝનેસ  કરવો છે?
એણે  મને છાપા માં એક ચીત્ર બતાવ્યું અને એની પ્રાઇઝ જેની નીચે અન્ડરલાઇન કરી હતી એ બતાવી.
એ તો આપણી જ કાર નું  ચિત્ર હતું
એને મને પૂછ્યું આ બહાર સામે ઉભેલી કાર તારી છે?
મેં કીધું એક રીતે હા અને એક રીતે ના.
ભિખારી સમજી ગયો એટલે એણે કીધું તારા પપ્પા  એ તને લાવી આપી છે એમ જ ને.
મને એની  ચતુરાઈ ગમી એટલે મેં એને પુછ્યુ તમારે કઈ નાસ્તો કરવો છે ? 

એક મિનિટ  હું તમારી માટે કઇક  લઇ આવું.
હું પાછો ડીશ લઇ વળું એટલી વાર માં તો  .......??
બસ એ કાર નું ચીત્ર ને એમાં એ કાર ની  પ્રાઇસ નીચે કરેલી એ અંડર લાઈન વાળું છાપુ જ હતું ત્યાં તો .

 નિમિત્ત કહે છે આ વાતો તો બહુ થઇ ગઈ ,ચાલ સમય બહુ રાત થઇ ગઈ છે, 
તારે સવારે કોલેજ જવાનું છે ને મારે ઓફિસ.

ચાલ નીચે જઈ અને પોત પોતાના રૂમમા સુવા જઈએ.
સમય તો સુઈ ગયો છે.
બસ નિમિત્ત જાગે છે ....
ખબર નથી ?ખરેખર ?  કેમ? કેટલું ? શા માટે ?  

 ( ફોટો : ગૂગલ પર થી ) 

Tuesday 18 June 2019

હે માણસ

મારા મગજ માંથી એ ચિત્ર હટતું જ નથી.
એ સાત વ્યક્તિ ની જમીન પર ગોઠવાયેલી એ  લાશો ને કોઈ દૂર થી એને ફુવારો મારી રહ્યું છે,
એ લાશો માં ના કેટલાક ના  હાથ હજુ આકાશ તરફ છે.. ક્યાંક થોડા ખુલ્લા તો ક્યાંક અધ ખુલ્લી  મુઠી વાળેલા.

મને કોણ જાણે એ સિકંદર ધ  ગ્રેટ  વાળી વાત ની  યાદ અપાવે છે કે મારા માર્યા પછી મન  દાટો  તો મારા હાથ બહાર રાખજો કે જેથી દુનિયા ને ખ્યાલ રહે કે તમેં  ગમે તેટલુ હાંસલ કરો છેલ્લે સાથે કઈ લઇ જઈ  શકાતું નથી, બસ હાથ ખાલી રહી જાય છે.

પણ અહીં ગયેલા માણસો સાથે કઈ લઇ નથી ગયા પણ કેટલાક પ્રશ્નો મુકતા ગયા છે
 સહુ માટે , આપણા માટે

એમના  હાથ માં રહી ગયેલો પ્રશ્ન
 -- કે હે માણસ તારે ત્યાં ગટર જામ  થાય કે ઉભરાય જાય કે તરત અમે તને યાદ આવીયે  છીએ ને અમને બોલાવે છે  ને  એ ઉલેચવા ને અમે હાજર પણ થઇ જઇયે છે.

પણ એવી જ  રીતે

 હે માણસ  ,

 કોક દી  તારા માનસ પટલ  ની  જામી ગયેલી  એ  પાઇપો, નાળીઓ   તો  ઉલેચાવ

 જ્યા  છે જાતિવાદના , આભડછેટના , અશ્પ્રુશ્યતા ના ડૂચા ,

 જ્યાં  ઉભરાય છે  ભેદભાવના , માનવ શોષણ ના  ખાળકુવા,

 જ્યા  ગંદકી ફેલાયેલી  છે ચોતરફ  કોઈ તારા જેવા જ માણસ ને   , સ્ત્રીઓ  ને એક  નિમ્ન સ્તરે જીવવા  માટે મજબૂર રાખવાની ,

 જ્યા  વાસ આવે છે દ્રેષ ની , જોહુકમીની  , દંભની ,

 એક વાર બોલાવી  તો જો

એવી તો સાફ કરીશ કે -
ત્યાં ખીલી  ઉઠશે માનવતા ના પુષ્પો ,
મોહરી  ઉઠ સે માનવગરિમા ,
ચોતરફ ફેલાઈ જશે માણસાઈ ની ખુશ્બુ

બસ એક વાર એક વાર  કહેણ મોકલી તો જો
હે માણસ ..





Thursday 18 April 2019

14 th April



14  એપ્રિલ,

ડો .બાબાસાહેબ આંબેડકર  નો જન્મદિવસ

દુનિયા ના  દરેક ખૂણે એ મહાન વ્યક્તિત્વ  ના જન્મદિવસ ની ઉજવણી ની તસવીરો.
 ક્યાંય યોજાયેલા કોઈ યુનિવર્સિટી  લેકચર , ચર્ચા  થી લઇ સામાન્ય માણસો  એ  યોજેલા ડાયરા ને ગીત સંગીત ,નાટક ને અન્ય કેટલીય પ્રવૃતિઓ ને કાર્યક્રમો ને એમાં ગુંજતું  શિક્ષિત બનો , સંગઠિત બનો , સંઘર્ષ કરો  નું એ સૂત્ર.

માનવ અધિકારો માટે એ માણસે આદરેલા પ્રયત્નો ની આજે દેશ દુનિયા નોંધ લઇ રહ્યું છે અને  એમણે  આપેલા  વિચારો આજે દેશ દુનિયા માટે માપદંડ બની રહયા છે.   .

પણ જો ખુબ જ મહત્વ નું  જો કોઈ પરિવર્તન હોય  તે છે શિક્ષણ.

એમની અંગત જિંદગી માં શિક્ષણે  જે બદલાવ આણ્યો  હતો, એમણે એને એક સામાજિક  ક્રાંતિ માં પરિવર્તીત  કરી ભારત દેશ નો હરેક વ્યક્તિ  ચાહે એ  કોઈ પણ સમાજ કે ધર્મ  કે વર્ગ નો   હોય  એક સુશિક્ષિત  નાગરિક બને એવો ધ્યેય .

આજે  પણ કોઈ શહેર ગામ ના રસ્તે સ્કૂલ ડ્રેસ માં કોઈ બાળક ને સ્કૂલ બેગ કે સાદી  થેલી લઇ ને સ્કૂલ જતા જોવ ત્યારે  બાબાસાહેબ ના એ શિક્ષિત સમાજ નિર્માણ  ના એ સુન્દર સપના  ને સાકાર  થઇ  રહ્યા નો  ચોક્કસ અહેસાસ  થાય છે ,કરી શકાય  છે.

શું એ જ  દિશા માં કોઈ  પ્રવૃત્તિ કરી શકાય  એમ સતત મગજ માં વિચાર ચાલતો હતો
આખરે એમ થયું કે કેમ  શિક્ષણ માટે જ કોઈ ટૂર નું આયોજન કરી શકું, જેમાં વિધાર્થિઓ  જ  સામેલ હોય જેને જુદી જુદી  ઉચ્ચ શિક્ષણ  ની સંસ્થાઓ બતાવી શકાય, અવગત કરાવી શકાય.

બસ  અંતે આ વિચાર ક્લિક થઇ જ ગયો.

હવે  બસ વિદ્યાર્થીઓ ની જરૂર હતી એટલે મેં પાંચ સાત ઓળખીતી  વ્યક્તિઓ ને બે ત્રણ વિધાયર્થીઓ મોકલવા  કહ્યું।  જેથી  10 -15 વિધ્યાર્થીઓ થાય તો એ મુજબ વાહન કરાવી શકાય.
પણ જેમ જેમ દિવસ નજીક આવી રહ્યો હતો એમ  કોઈ કોઈ ને વ્યક્તિ   કોઈ કારણસર ના પાડી રહ્યો હતો.
અંતે છેલ્લા  દિવસે એટલે કે 13 એપ્રિલે  રાતે 11  વાગ્યા સુધી હજુ વિદ્યાર્થીઓ મોકલી  આપશો  કે  કેમ  એવી ગડમથલ સાથે હું મિત્રો ને ફોને કરી રહ્યો હતો. બધે થી નકારાત્મક પ્રત્યુત્તર જ મળી રહ્યા હોય ગુસ્સો  પણ આવતો હતો ને હતાશા  પણ લાગી રહી હતી.

અંતે એક મિત્ર  ના ઓળખીતા  વ્યક્તિ  જેમની ગાડી ભાડે થી  કરી હતી  એ ભાઈ એમની દીકરી ની સાથે બીજા બે વિદ્યાર્થી ને લઇ આવશે એવી  ફોને   પાર વાત થઇ   એટલે શાંતિ થી  રાત્રે  સુઈ  ગયો  બસ.

સવારે નવેક વાગ્યા ની આસપાસ ટૂર શરૂ   કરી  અમદાવાદ  શહેર ની વિવિધ  શૈક્ષણિક  સંસ્થાઓ આગળ થતા થતા  એ વિષે ની માહિતી એકત્ર કરતા કરતા  ગાંધીનગર  પહોંચ્યાં। અંતે સેન્ટ્રલ યુનિવર્સીટી  ,ગાંધીનગર પહોંચ્યા। જ્યાં બાબાસાહેબ  વિષે એક કાર્યક્રમ પૂર્ણ થતા ત્યાં હાલ શિક્ષણ લઇ રહેલા  શોધાર્થી વિધાર્થી પાસેથી  ટૂર ના સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ  એમના  શિક્ષણ  ,શૈક્ષણિક પ્રવૃત્તિ ઓ ની  માહિતી મેળવી .

આમ  ફરતા ફરતા થોડી અન્ય શિક્ષણ સંસ્થાઓ જોતા જોતા અમે ઘરે પાછા આવ્યા.

આ સમગ્ર ટૂર દરમિયાન  સાથે આવેલા એ  શિક્ષક મિત્ર અને એ વિધ્યાર્થીઓ  નો આભાર વ્યક્ત કરવો ઘટે જેમણે  જરા પણ નિરસતા   બતાવ્યા  વગર, થાક્યા વગર છેક સુધી સહકાર દાખવ્યો   ને આખી પ્રવૃત્તિ ને સફળ બનાવામાં મુખ્ય ફાળો આપ્યો.

નહીંતર કદાચ આ પ્રકાર ની  પ્રવૃત્તિ  શરૂ  કરવી એજ  એક વિચાર ને સપનું  બનીને  જ રહી જાત.


બસ હમણાં જ એ ભાઈ ને ફોન કરી એમનો અભિપ્રાય લીધો.
ભાઈ ખુદ શિક્ષક હોય એમને  ટૂર ખુબ જ માહિતીપ્રદ ને  વિદ્યાર્થીઓ માટે પ્રેરણા આપે એવી રહી એવું કહ્યું ,
હા સાથો સાથ  કેટલીક  સંસ્થાઓ ને અંદર  થી જોવા  મળી  હોત  તો  ઓર વધુ  સરસ રહેતી  ટુર એમ પણ સૂચવ્યુ.

છેલ્લે  એટલું જ કહીશ અંતે કંઈક  કરી  શક્યા નો આનંદ  અને સંતોષ

14 એપ્રિલ ના રોજ.


----



  

AGE

People say Age is just a number  But i dont want to belittle it  by just enumerating some numbers .  Age is knowledge  Which everyone has to...