Monday 3 July 2017

ઇતિહાસ મા ડોકિયું કરી આવયો


બે દિવસ થી ઘણો વરસાદ હતો ..એથી આજે સવારે પણ જરાક મન મા શંકા હતી ..કે જઇ શકાશે કે કેમ ?...
આખરે સવારે વરસાદ થોડો રોકાઇ ગયો ને હુ બાઇક પર નીકલી પડ્યો અંતે ને પહોંચી ગયો એ સ્થળે
એ સ્થળ એટ્લે એક હેરિટેજ હાઉસ,મોટો સુથારવાડો ,ખાડિયા,અમદાવાદ...
અમદાવાદ    શહેર -અંદાજે 600 વરસ પહેલા શહેર ની સ્થાપના થઈ .
અને અમે જે ઘરે ગયા હતાં એ ઇમારત નો પાયો અંદાજે 200 વરસ પહેલા નખાયો છે એવુ ઘર નાં વડીલ અરવિંદ ભાઈ ને જગદીપ ભાઈ મેહતા પાસે થી જાણ્યું .
અરવિંદભાઈ કે જે ઘર મા સૌથી વડીલ છે અમને એ ઘર ની આસપાસ શેરી અને પોળ મા બચપણ વિતાવ્યું છે એની મીઠી વાતો યાદ કરી તો,
જગદીપભાઇ મેહતા પાસેથી લગભગ એ ઘર ને હેરીટેજ હૉઉસ તરીકે  નિર્માણ  કરવા માટે  11 મહિના જેટલો સમય લાગ્યો એવી માહીતી આપી ..
અંતે બધાયે  ભેગા થઇ ગયા ને બધાએ  સાથેે મળી ને એમની સાથે ચા પીતા પીતા હેરિટેજ વિષે શુ થઈ શકે એની ચર્ચા પણ કરી ..
હકીકતે એ કુટુંબ માટે ખૂબ માન થાઈ આવ્યુ કે જે માત્ર વારસાને  સાચવી નથી રહ્યાં પણ એ વારસા સાથે જીવી રહયા છે અને એનું જતન પણ એટલું સરસ રીતે કરી રહ્યાં  છે ને સાથો સાથ દેશ વિદેશ ના ઇતિહાસ નાં જિજ્ઞાસુ વ્યક્તિઓ ને છેલ્લા ઘણાં વરસો થી એને થી માહીતગાર પણ કરી રહ્યાં છે
વરસાદી મોસમ ની સવાર મા એક અલગ આનંદ  ની થોડી ક્ષણો માણી  શક્યો ને  આધુનિક સમય માંથી જરાક સરખું ઇતિહાસ મા ડોકિયું કરી આવ્યો ..
એ માટે
આભાર - મિત્ર  કપિલભાઈ  ઠાકર અને ટીમ અતુલ્ય વારસો મેગેઝીન..

AGE

People say Age is just a number  But i dont want to belittle it  by just enumerating some numbers .  Age is knowledge  Which everyone has to...