Sunday 22 October 2017

ભાગ 2 - દિવાળી - ચૂંટણી - આપણે

  ભાગ  2  - દિવાળી - ચૂંટણી  - આપણે
તહેવાર આવે ને ચાલ્યો  પણ  જાય ને આપણે  સહુ ફરી એ જ  રોજિંદી  જીન્દગી  માં  ગોઠવાય જાશું
ચૂંટણી માં  પણ આમ જ થતું હોય છે  એક  દમ માહોલ જામે,મતદાન થાય અને આખરે એનો   મિજાજ  ઓશરે।

લોકશાહી મા નાગરિક - હક -ફરજો - સત્તા - જવાબદારી એકબીજ સાથે સંકળાયેલ હોય   છે.

લોકશાહી મા દરેક ને પોતાની વૈચારિક શક્તિ ને ક્ષમતા મુજબ સમસ્યા  ઉકેલવાની  સ્વાતંત્ર  છે પણ  બંધારણ ની મર્યાદા મા  રહીને   .

 બીજી રીતે કહું તો બંધારણ ને અનુરૂપ પ્રક્રિયા થાકી

ને એવી જ એક   પ્રક્રિયા જે  હરેક નાગરિક ને  સાંકળે છે  એટ્લે જ ચૂંટણી - મત આપવાની  પ્રક્રિયા.
જેનાં થકી આપણે આપણા  નાગરિક તરીકે ના  મૂળભૂત  પ્રશ્નો અને  સમસ્યાઓ નો   ઉકેલ  એક  વ્યવસ્થા ના  રૂપે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીયે છીયે

પણ  સાચો  જવાબ  મેળવવા માટે પેહલા સાચા પ્રશ્નો ને  સાચી સમસ્યા નિ પિછાણ કરવી એંટલી જ જરુરી છે
શું  આપે એક  નાગરિક તરીકે આવો   કોઈ  વિચાર  કર્યો છે ?

શું  કોઈ એવા મુદ્દા છે તમારા મગજ મા જે આપણને  સહુ કોઈ ને સ્પર્શી શકે ?


તમને પણ સીધી રીતે ચૂંટણી  ટાણે અડતા અંગત મુદ્દા વિચારો ને  સમજો કે આવા  મુદ્દા પર કેટલી  વાતો ને ચર્ચા થાય છે ? ને એનાં ઉકેલ માટે ની  બ્લુ પ્રિન્ટ રજુ થાય છે ?

 કારણ  કે  આપણી  પાસે નાગરિક  તરીકે  પ્રશ્નો બહુ છે,

 લોકશાહી  માં ચૂંટણી એ નાગરિક માટે સંગ્રામ નથી , કદાચ ઉમેદવાર માટે હોય શકે  પણ એ પણ ચૂંટણી પૂરતા જ   કારણ  કે એ  ઉમેદવાર હોય કે મતદાર સહુ અંતે તો એક દેશ  રાજ્ય ના નાગરિક છીએ

 ચૂંટણી એ મતદાર તરીકે આપણી  સૌથી  મોટી  લાઈફ લાઇન છે ..
એટલે જ નાગરિક તરીકે  મત આપી  ને  પોતાના  ને સહુ  ના ભાવિ  ને  અનલૉક  કરી શકો છો .
તો મત આપવાનું   ભૂલશો નહીં એ સૌથી મોટી નૈતિક ફરજ છે આપણી નાગરિક તરીકે ..
ખરું ને ...

Thursday 19 October 2017

ભાગ 1 -- દિવાળી - ચૂંટણી - ફિલ્મ અને આપણે


દિવાળી - ચૂંટણી - ફિલ્મ અને આપણે

આખરે આ દેશ મા સૌથી જોર શોર થી  ઉજવાતો તહેવાર પર્વ દિવાળી આવી ગયો ..

દિવાળી એટ્લે એવો  તહેવાર જેમા સાફ સફાઇ થાય ,રંગરોગાન થાય,નવા કપડા નિ ખરીદી ને મીઠાઈ ની  આપ લે  ને અંતે ફટાકડા ફોડવામાં આવે ..કેટલાંક જોરદાર રીતે ફૂટે  ને તો  એકાદ બે નું સુરસુરિયું  થઈ જાય...

ચૂંટણી માં બી કૈક આવું  જ થતું હોય છે ,કંઈક નિતનવા પોસ્ટર લાગે  જુના નવા ચેહરા ઓના  ,નિત નવા સ્લોગન ને સૂત્રો , જુદા જુદા કલર ના ઝંડા ઓ  રોપાય ,સભા ઓ માં લાકો  એકબીજા ને મળે ને પોતાના મત મતાન્તરો  વહેંચે ને અંતે કોઈ ની ધમાકેદાર જીત  ને કોઈ ની  હાર નું... સમજી જાવ ને

પણ ખરેખર ચૂંટણી એટલે ....

ચુંટણી એટલે  લોકશાહી દેશ નો સૌથી મોટા તહેવાર  નાગરિક પર્વ
ને એ પર્વ  ને  આપણે  થોડા સમય મા  ઉજવીશું

હાલ  ગુજરાત માં માહોલ જામવાની શરૂઆત્ત થઇ ગઈ છે..
ને મેચ બી  કદાચ બહુ રસાકસી વાળી  રહેશે એ પણ  પાકું  લાગે છે...

વાત કરું ફિલ્મ ની

થોડા દિવસ પહેલા જે ઓસ્કાર માટે મોકલાય  છે એ ફિલ્મ ન્યુટન જોઈ ..
જોયા પછી થોડો સમય માટે મગજ બંધ થઇ ગયું
લોકશાહી  દેશ ના  સૌથી મહત્વપૂર્ણ  ઘટનાક્રમ ની વાત  બહુ રોચક રીતે રજુ કરી છે..
જેમ જેમ જોવાં ની  મજા  આવે ને સાથે સાથે  ગડમથલ બી  ઉભી થતી જાય

આઝાદી પછી ભારત ના ભાવિ ના ઘડતર અને એની દેશ તરીકે તાસીર બદલવાની બે મહત્વપૂર્ણ  પ્રક્રિયા
મારા મત  મુજબ
1) ચૂંટણી - ઈલેક્શન
2) શિક્ષણ - એજ્યુકેશન

બને  એવી પ્રકિયા રહી છે જેણે દેશ ના દરેક વ્યક્તિ કુટુંબ ને સ્પર્શ  કર્યો  છે કોઈને કોઈ રીતે.

ફિલ્મ નું નામ ન્યુટન --

સમગ્ર  વિશ્વ  આ   વૈજ્ઞાનિક પ્રતિભા   ને જાણે છે  જેણે આપેલ સિદ્ધાંત એ દુનિયા ના સૌને મહત્વપૂર્ણ એવા ગુરત્વાકર્ષણ બળ થી વાકેફ કર્યા  ને આ હકીકત ને અનુલક્ષીને ફિલ્મ માં ખુબ જ  ઉમદા  ડાયલોગ  પણ આવે છે.

એ આધારે મને પણ  પેલા 1) અને 2) વાળી  વાત પર એક વિચાર ઝબુક્યો
ભારત માં બી આઝાદી અને એની સાથે સાથે  બાબાસાહેબ દ્વારા ઘડાયેલા બંધારણ આવવાની સાથે દરેક વ્યક્તિ ને  એકતરફ સમાન મતાધિકાર  નામનું  બળ  મળ્યું  જેથી એ દેશ  ના ઘડતર ની વ્યવસ્થા  માં  સહભાગી  થઇ શકે તો બીજી તરફ શિક્ષણ થકી  વ્યક્તિગત જિંદગી  અને સમાજ  બદલવાની તક મળી
એ પણ કોઈ પણ પ્રકાર ના  અમિર-ગરીબ , નાત-જાત  અને ધર્મ સંપ્રાદય ,ભાષા પ્રદેશ ના ભેદ ભાવ  વગર. હા પેલા ગુરત્વા કર્ષણ ની જેમ જ  ચાહે એ વજનદાર પથ્થર  પર લાગે   કે  હલકા ફુલકા  પીંછા  પર લાગે  બધે જ એક સરખું..

પણ આ રીતે શરું  થયેલી  વાત  પણ બહુ સુન્દર રીતે આગળ વધે.

નવ યુવાન  મુખ્યપાત્ર  ની  સંજોગાવસાત  ચૂંટણી અધિકારી  તરીકે નિમણૂંક ,
ને ચૂંટણી  માટે સ્થળ પર પહોંચવા માટે સૈનિક નો સાથ.

એક અધિકારી  તરીકે પોતાની ફરજ પ્રત્યે ની  પ્રામાણિકતા  અને  નિષ્ઠા  ની વાત એક તરફ તો,,
માત્ર સરહદ  પાર કામ કરતા સૈનિક  સરહદ પર દુશ્મન  થી  જ રક્ષણ કરે છે એટલું જ નહિ ,
પણ ચૂંટણી જેવી મહત્વ ની  નાગરિક પ્રકિયા ની સુરક્ષા સલામતી માટે કેટલો અગત્ય નો ફાળો આપે છે એનો ખ્યાલ આપે ને એ પણ કોઈ પણ કપરી  પરિસ્થિતિમાં અને કોઈ પણ  પ્રદેશ માં   ...

પણ  આ ગળ જઇયે તેમ સમજાય કે
હજુ આ દેશ ના કેટલાય  છેડાઓ એવા છે જ્યા  લોકો ને પોતાના   નાગરિક હકો માટે રોજે રોજ  કેટલાય સંઘર્ષ માંથી ગુજારવું પડે છે ,તો એક તરફ એ એક યુવાન ઓફિસરે  પણ  એક ચૂંટણી વ્ય્વસ્થિત  થાય એ માટે કેવા કેવા સંઘર્ષ માંથી ગુજરવું પડે છે એનું સુન્દર ચિત્રણ  કર્યું છે.

એ સ્કૂલ ની સફાઈ હોય , ચૂંટણી વ્યવસ્થા ગોઠવવાની  હોય કે આખરે લોકો ને ચૂંટણી માં શું કરવાનું હોય છે એ ચૂંટણી ટાણે જ મત આપનારી પ્રજા  ને સમજાવાની કરવી પડતી  મથામણ.   ત્યારે  સમજાય કે election ને  education નો કેટલો ઊંડો સંબધ છે,ને એ બધું કરવા છતાં અપેક્ષા પ્રમાણે ના થાય ત્યારે  યુવાન ઓફિસર ના મનમાં  ખુરશી પાછળ બતાવેલા કાળા  બ્લૅકબોર્ડ જેવી  ઘેરી હતાશા  ફરી વળે એમાં  શું  નવાઈ ?

એક શિક્ષક  તરીકે ના સ્ત્રી પાત્ર થકી સ્થાનિક લોકો ના મન ની વાત ને વેદના ને વાચા  આપવનો પ્રયત્ન તો   એજ વ્યક્તિ દ્વારાકરવામાં આવતો  પ્રયુક્તિ  પૂર્ણ ઈશારો .

એક યુવાન ઑફિર નું  કામ પ્રત્યે ની આશા અપેક્ષા ની વાત   તો એક  એનુંભવી કર્મચારી ના  પાત્ર થકી  જિંદગી અને  નોકરી  ના  ખટ-મીઠા  અનુભવો અને વ્યવસ્થાની વાસ્તવિક પરિસ્થિતિ નું પરિરૂપ સમજાવાનો  ચમત્કારિક પ્રયોગ .
તો માત્ર એક   હેલીકૉપટર  માં  બેસવા નો  અનુભવ  મળે એવી જ  અન્ય કર્મચારિ  પાત્ર ની નિખાલસ કબૂલાત અને દેશભાવના  માટે સૈનિકો એ કેવા કેવા આદેશો ને અનુભવો માંથી ગુજરવાનું રહે  છે  ચાહે અનચાહે પણ એની સુસ્પષ્ટ વાત .

એક તરફ ચૂંટણી માટે  ઓળખ પત્ર જોઈએ એ કલાસિકલ મિકેનિઝમ  તો બીજી તરફ ચૂંટણી  શાંતિપૂર્ણ   રીતે પ થાય  એ બતાવવાં  માટે ની   ક્વોન્ટમ ચાલાકી ની વિરોધાભાષી  ઘટના ઓ..

તો અંતે યુવાન  પ્રમાણિક  અધિકારી  નો કોઈ પણ ભોગે " fare  ane fearless    " ચૂંટણી માટે   બેધડક સાહસ પૂર્ણ પ્રયત્ન ...

આ બધું જ એક જ પટકથા માં સમાવી લેવાની ને  સિનેમાઘર  ના પડદા પર રજુ કરવાના  અદભુત કલાકસબ માટે  ન્યુટન  ની સમગ્ર ટીમ ને અભિનંદન ને ઓસ્કાર એવોર્ડ  માટે મારા તરફ થી દિલ થી શુભકામનાઓ









 ..

AGE

People say Age is just a number  But i dont want to belittle it  by just enumerating some numbers .  Age is knowledge  Which everyone has to...