Sunday 22 October 2017

ભાગ 2 - દિવાળી - ચૂંટણી - આપણે

  ભાગ  2  - દિવાળી - ચૂંટણી  - આપણે
તહેવાર આવે ને ચાલ્યો  પણ  જાય ને આપણે  સહુ ફરી એ જ  રોજિંદી  જીન્દગી  માં  ગોઠવાય જાશું
ચૂંટણી માં  પણ આમ જ થતું હોય છે  એક  દમ માહોલ જામે,મતદાન થાય અને આખરે એનો   મિજાજ  ઓશરે।

લોકશાહી મા નાગરિક - હક -ફરજો - સત્તા - જવાબદારી એકબીજ સાથે સંકળાયેલ હોય   છે.

લોકશાહી મા દરેક ને પોતાની વૈચારિક શક્તિ ને ક્ષમતા મુજબ સમસ્યા  ઉકેલવાની  સ્વાતંત્ર  છે પણ  બંધારણ ની મર્યાદા મા  રહીને   .

 બીજી રીતે કહું તો બંધારણ ને અનુરૂપ પ્રક્રિયા થાકી

ને એવી જ એક   પ્રક્રિયા જે  હરેક નાગરિક ને  સાંકળે છે  એટ્લે જ ચૂંટણી - મત આપવાની  પ્રક્રિયા.
જેનાં થકી આપણે આપણા  નાગરિક તરીકે ના  મૂળભૂત  પ્રશ્નો અને  સમસ્યાઓ નો   ઉકેલ  એક  વ્યવસ્થા ના  રૂપે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીયે છીયે

પણ  સાચો  જવાબ  મેળવવા માટે પેહલા સાચા પ્રશ્નો ને  સાચી સમસ્યા નિ પિછાણ કરવી એંટલી જ જરુરી છે
શું  આપે એક  નાગરિક તરીકે આવો   કોઈ  વિચાર  કર્યો છે ?

શું  કોઈ એવા મુદ્દા છે તમારા મગજ મા જે આપણને  સહુ કોઈ ને સ્પર્શી શકે ?


તમને પણ સીધી રીતે ચૂંટણી  ટાણે અડતા અંગત મુદ્દા વિચારો ને  સમજો કે આવા  મુદ્દા પર કેટલી  વાતો ને ચર્ચા થાય છે ? ને એનાં ઉકેલ માટે ની  બ્લુ પ્રિન્ટ રજુ થાય છે ?

 કારણ  કે  આપણી  પાસે નાગરિક  તરીકે  પ્રશ્નો બહુ છે,

 લોકશાહી  માં ચૂંટણી એ નાગરિક માટે સંગ્રામ નથી , કદાચ ઉમેદવાર માટે હોય શકે  પણ એ પણ ચૂંટણી પૂરતા જ   કારણ  કે એ  ઉમેદવાર હોય કે મતદાર સહુ અંતે તો એક દેશ  રાજ્ય ના નાગરિક છીએ

 ચૂંટણી એ મતદાર તરીકે આપણી  સૌથી  મોટી  લાઈફ લાઇન છે ..
એટલે જ નાગરિક તરીકે  મત આપી  ને  પોતાના  ને સહુ  ના ભાવિ  ને  અનલૉક  કરી શકો છો .
તો મત આપવાનું   ભૂલશો નહીં એ સૌથી મોટી નૈતિક ફરજ છે આપણી નાગરિક તરીકે ..
ખરું ને ...

1 comment:

The preach

There was the  preach  not just to increase reach  Rather  It is genuine effort  To stitch  The fabric of love, friendship, compassion  To  ...