Saturday 28 April 2018

એ બધુ તો સાચું..પણ - તમે કેવા ..!! ???

હા 2018 મા પણ કોમ્પ્યુટર , ટેક્નિક નિ આધુનિક દુનિયા મા પણ આ પ્રશ્ન આ દેશ ના કેટલાય લોકો નો પીછો નથી છોડતો ..મૂંજવવાનું બાકી નથી મુકતો
આ વરવી ને કડવી  વાસ્તવિકતા ને રૂપેરી પડદે અંકિત કરનારી સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન એમનાં આ વિરલ પ્રયત્ન માટે

" તમે કેવા" આ પ્રશ્ન આજેય કેટલાય માટે પ્રાણ પ્રશ્ન બની જાય છે એ  વાત લઇને આવતું  આ મૂવી એ માત્ર મૂવી જ નથી એ એક મેસેઝ છે કેવી રીતે આ જાતી ની માન્યતાઓ બનેલી છે ,કેવી રીતે એ માનવ ના માનસ ને ઘડે છે ,જેથી ગમે તેટલા શિક્ષણ પછી  પણ એ સંકુચિત માનસીકતા માંથી બહાર નથી નીકળી શકતો જેના કારણે
જેથી એનાં જેવા જ દેખાતા માણસો ને એ ડગલે ને પગલે હિણપત નો અનુભવ  કરાવે  ને જેની  વ્યથા એ વ્યક્તિ ને ગુન્ગળાવી મુકે છે , તૌ ક્યારેક અંદર થિ હચમચાવી દે છે..
 ત્યાંરે એ એનો બદલો લેવા કેટલાય નિત નવા નુસખા કરે છે તો
  તો કંટાળીને ક્યારેક એની સામે બંડ પોકરવાનુ વિચારે છે .
કાંતો એ  શસ્ત્ર લઇ શકે કાંતો કલમ ??

એ બે માંથી મૂંજ્વણ ઊભી થાય તયારે શુ ??
થાકી હારી ને માણસ શુ કરે ??
પ્રેમ કદાચ જાતિ ને નઈ ઓળખતો હોય પણ લગ્ન ચોક્કસ ઓળખે છે..ન એટ્લે જ કદાચ UPSC નાં  ઈંટરવ્યુ મા પણ કદાચ જેટલો  આકરો સવાલ નહી લાગતો  એવો કપરો આ સવાલ  જેના માટે  ક્યારેક શુ શુ  બદલી શકાય તો " તમે કેવા " એ પ્રશ્ન નો વાજબી ઉકેલ લાવી શકાય  ને પોતાની જીંદગી  આ " તમે કેવા " એ  સવાલ નો  સામનો  જ ના કરવો પડે એના માટે પ્રયત્નો કરતો રહે છે
પણ તોય માણસ નું આશાવાદી હોવું એ જ એની મોટી તાકાત છે..
સમાજ માણસ થી બનેલો છે  ને આ માણસ ને સમાજ બન્ને પરિવર્તન શીલ છે ને એટ્લે જ એ જોઇ શક્યો છે સમજી શક્યો છે આવી રહેલા એ બદલાવ ને .. એનેે બદલાવ ની એ આછેરી ઝલક ક્યાંક દેખાય છે.
 બધા જાણે જ છે બધુ રાતો રાત એમ જ નથી બદલાવાનું
એણે માટે થોડી ધીરજ ધરવી પડશે,
બદલાવ ને પેહલા વિચાર મા ને પછી પ્રક્રિયા મા પરિવર્તિત કરવી પડશે
થોડી બાંધ છોડ કરવી પાડશે,થોડુ જતું કરવું પડશે
બન્ને તરફ થિ ને બન્ને પક્ષે
ને  આ જ દેશ નિ ધરતી પર જન્મેલા એ મહાન વ્યક્તિઓ ના સહિષ્ણુતા  ને સમાનતા ના પાઠ ભણવા સમજવા પડશે જ ..

ફરી એક વાર " તમે કેવા " ની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન..
ને એક જોરદાર સલામ...

AGE

People say Age is just a number  But i dont want to belittle it  by just enumerating some numbers .  Age is knowledge  Which everyone has to...