Thursday 18 April 2019

14 th April



14  એપ્રિલ,

ડો .બાબાસાહેબ આંબેડકર  નો જન્મદિવસ

દુનિયા ના  દરેક ખૂણે એ મહાન વ્યક્તિત્વ  ના જન્મદિવસ ની ઉજવણી ની તસવીરો.
 ક્યાંય યોજાયેલા કોઈ યુનિવર્સિટી  લેકચર , ચર્ચા  થી લઇ સામાન્ય માણસો  એ  યોજેલા ડાયરા ને ગીત સંગીત ,નાટક ને અન્ય કેટલીય પ્રવૃતિઓ ને કાર્યક્રમો ને એમાં ગુંજતું  શિક્ષિત બનો , સંગઠિત બનો , સંઘર્ષ કરો  નું એ સૂત્ર.

માનવ અધિકારો માટે એ માણસે આદરેલા પ્રયત્નો ની આજે દેશ દુનિયા નોંધ લઇ રહ્યું છે અને  એમણે  આપેલા  વિચારો આજે દેશ દુનિયા માટે માપદંડ બની રહયા છે.   .

પણ જો ખુબ જ મહત્વ નું  જો કોઈ પરિવર્તન હોય  તે છે શિક્ષણ.

એમની અંગત જિંદગી માં શિક્ષણે  જે બદલાવ આણ્યો  હતો, એમણે એને એક સામાજિક  ક્રાંતિ માં પરિવર્તીત  કરી ભારત દેશ નો હરેક વ્યક્તિ  ચાહે એ  કોઈ પણ સમાજ કે ધર્મ  કે વર્ગ નો   હોય  એક સુશિક્ષિત  નાગરિક બને એવો ધ્યેય .

આજે  પણ કોઈ શહેર ગામ ના રસ્તે સ્કૂલ ડ્રેસ માં કોઈ બાળક ને સ્કૂલ બેગ કે સાદી  થેલી લઇ ને સ્કૂલ જતા જોવ ત્યારે  બાબાસાહેબ ના એ શિક્ષિત સમાજ નિર્માણ  ના એ સુન્દર સપના  ને સાકાર  થઇ  રહ્યા નો  ચોક્કસ અહેસાસ  થાય છે ,કરી શકાય  છે.

શું એ જ  દિશા માં કોઈ  પ્રવૃત્તિ કરી શકાય  એમ સતત મગજ માં વિચાર ચાલતો હતો
આખરે એમ થયું કે કેમ  શિક્ષણ માટે જ કોઈ ટૂર નું આયોજન કરી શકું, જેમાં વિધાર્થિઓ  જ  સામેલ હોય જેને જુદી જુદી  ઉચ્ચ શિક્ષણ  ની સંસ્થાઓ બતાવી શકાય, અવગત કરાવી શકાય.

બસ  અંતે આ વિચાર ક્લિક થઇ જ ગયો.

હવે  બસ વિદ્યાર્થીઓ ની જરૂર હતી એટલે મેં પાંચ સાત ઓળખીતી  વ્યક્તિઓ ને બે ત્રણ વિધાયર્થીઓ મોકલવા  કહ્યું।  જેથી  10 -15 વિધ્યાર્થીઓ થાય તો એ મુજબ વાહન કરાવી શકાય.
પણ જેમ જેમ દિવસ નજીક આવી રહ્યો હતો એમ  કોઈ કોઈ ને વ્યક્તિ   કોઈ કારણસર ના પાડી રહ્યો હતો.
અંતે છેલ્લા  દિવસે એટલે કે 13 એપ્રિલે  રાતે 11  વાગ્યા સુધી હજુ વિદ્યાર્થીઓ મોકલી  આપશો  કે  કેમ  એવી ગડમથલ સાથે હું મિત્રો ને ફોને કરી રહ્યો હતો. બધે થી નકારાત્મક પ્રત્યુત્તર જ મળી રહ્યા હોય ગુસ્સો  પણ આવતો હતો ને હતાશા  પણ લાગી રહી હતી.

અંતે એક મિત્ર  ના ઓળખીતા  વ્યક્તિ  જેમની ગાડી ભાડે થી  કરી હતી  એ ભાઈ એમની દીકરી ની સાથે બીજા બે વિદ્યાર્થી ને લઇ આવશે એવી  ફોને   પાર વાત થઇ   એટલે શાંતિ થી  રાત્રે  સુઈ  ગયો  બસ.

સવારે નવેક વાગ્યા ની આસપાસ ટૂર શરૂ   કરી  અમદાવાદ  શહેર ની વિવિધ  શૈક્ષણિક  સંસ્થાઓ આગળ થતા થતા  એ વિષે ની માહિતી એકત્ર કરતા કરતા  ગાંધીનગર  પહોંચ્યાં। અંતે સેન્ટ્રલ યુનિવર્સીટી  ,ગાંધીનગર પહોંચ્યા। જ્યાં બાબાસાહેબ  વિષે એક કાર્યક્રમ પૂર્ણ થતા ત્યાં હાલ શિક્ષણ લઇ રહેલા  શોધાર્થી વિધાર્થી પાસેથી  ટૂર ના સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ  એમના  શિક્ષણ  ,શૈક્ષણિક પ્રવૃત્તિ ઓ ની  માહિતી મેળવી .

આમ  ફરતા ફરતા થોડી અન્ય શિક્ષણ સંસ્થાઓ જોતા જોતા અમે ઘરે પાછા આવ્યા.

આ સમગ્ર ટૂર દરમિયાન  સાથે આવેલા એ  શિક્ષક મિત્ર અને એ વિધ્યાર્થીઓ  નો આભાર વ્યક્ત કરવો ઘટે જેમણે  જરા પણ નિરસતા   બતાવ્યા  વગર, થાક્યા વગર છેક સુધી સહકાર દાખવ્યો   ને આખી પ્રવૃત્તિ ને સફળ બનાવામાં મુખ્ય ફાળો આપ્યો.

નહીંતર કદાચ આ પ્રકાર ની  પ્રવૃત્તિ  શરૂ  કરવી એજ  એક વિચાર ને સપનું  બનીને  જ રહી જાત.


બસ હમણાં જ એ ભાઈ ને ફોન કરી એમનો અભિપ્રાય લીધો.
ભાઈ ખુદ શિક્ષક હોય એમને  ટૂર ખુબ જ માહિતીપ્રદ ને  વિદ્યાર્થીઓ માટે પ્રેરણા આપે એવી રહી એવું કહ્યું ,
હા સાથો સાથ  કેટલીક  સંસ્થાઓ ને અંદર  થી જોવા  મળી  હોત  તો  ઓર વધુ  સરસ રહેતી  ટુર એમ પણ સૂચવ્યુ.

છેલ્લે  એટલું જ કહીશ અંતે કંઈક  કરી  શક્યા નો આનંદ  અને સંતોષ

14 એપ્રિલ ના રોજ.


----



  

AGE

People say Age is just a number  But i dont want to belittle it  by just enumerating some numbers .  Age is knowledge  Which everyone has to...