Saturday 16 September 2023

અનામી - એકલતા

 

###   અનામી - એકલતા ###

 

આધુનિક દુનિયા નો સૌથી મહત્વ નો મુંજવતો પ્રશ્ન એટલે એકલતા

પણ હકિકતે એકલતા એટલે શુ ?

 

એકલા તો જન્મ્યા હોય ત્યારે દરેક વ્યક્તિ હોય જ છે, 

પછી ગુંથાય છે એને ફરતે સંબંધો  નુ જાળુ  જ્યારે એ જુદાજુદા વ્યક્તિ ઓ સાથે જોડાય છે.

 

પણ તો પછી એકલા હોવા નો મતલબ શુ સમજવો ?

શું ઘર ના કોઇ રુમ મા કે હોસ્ટેલ ના  કોઇ રુમ મા  હોવુ એ એકલા કેહવાય કે ક્યાય ફરવા એકલા જવુ એ એકલા કે પિક્ચર જોવા માટે એકલા જવુ એને એકલા કેહવાય  કે પછી હોટેલ મા એકલા એકલા જમવા જવુ એને એકલા કેહવાય ?

 

શું પોતાની રીતે કોઇ વ્યક્તિ જો અન્ય કોઇ સાથે  જોડાય નહિ એને એકલા કેહવાય કે  કોઇ રીતે ચાહે તો બી અન્ય માણસો સાથે સંકળાય ના શકે એને એકલા કેવાય ?

ઘણા એવુ કેહતા હોય છે કે પોતે પોતાના ઘર મા જ એકલો પડી ગયો છુ/ એકલી પડી ગઈ છુ એવુ અનુભવતા હોય છે.

હોસ્ટેલ  કે ક્લાસ મા સો બસો વિધ્યાર્થી કે વિધ્યાર્થીનીઓ  હોય તો પણ બસ એકલો પડી ગયો  છુ/ એકલી પડી ગઈ એવુ લાગે છે.

 

આવુ કેમ થતુ હશે ? શું કરવા થાય છે ? શા કારણે થાય છે ?

હકિકતે માણસ વાતો કરતો  હોય છે,  આમ તો એ અન્ય બહાર  માણસો / વ્યક્તિ ઓ સાથે વાતો કરતો હોય છે મોટે ભાગે.

જ્યારે કોઇ સમયે ઘટના કે અનુભવ  કે જાત પરિક્ષણ ના ભાગ રુપે ક્યારેક પોતાની અંદર પોતાની જાત સાથે વાત કરતો હોય છે.

દેખિતી રીતે બહાર થતી વાતો નુ પ્રમાણ વધુ જોઇયે પણ ક્યારેક એવુ પણ બને કે તમે જાત સાથે વધુ વાતો કરતા કરતા દ્વંદ પર ઉતરી આવો અને વધુ ને વધુ વાતો જાત સાથે કરવા માંડો છો.

 હરેક વ્યક્તિ આ વાતો એટલે વધુ કરવા માંગતો હોય છે  કારણ કે એ  જે પરિસ્થિતી મા હોય છે એના પર એને  સમ્પૂર્ણ  કાબુ કરવો હોય છે , એના ધાર્યા મુજબ જ વસ્તુ થાય એ વાત ઘર કરી ગઈ હોય છે  એના મનમા અને બસ એ વાત ને એ વધુ જડતા થી અનુભવવા માગતો હોય છે કે બધુ એના કાબુ મા છે.

એને નથી એ સમજાતુ કે આમ કરવાથી એ વધુ ને વધુ દ્વંદ મા ફસાતો જાય છે એ વિચારો ના વમળમા.

હકિકતે આ પરિસ્થિતિ મા સૌથી સાહજિક બાબત એ છે કે કોઇ રીતે  આ અંદર ના ઘમાસાણ  ને ઠાલવી દો તો ચોક્કસ આ દ્રંદ  ત્યા જ શમી જાય અને  કોઇ સ્પષ્ટતા  આવે ,ધુંધળુ બનેલુ માનસપટલ ચોખ્ખુ થતા   દ્વંદ માથી કોઇ રસ્તો નિકળે , આવી પડેલી પરિસ્થિતિ માટે વિચારવા નો મોકો મળે, એને પહોંચી વળવા નવો દ્રષ્ટી કોણ મળી શકે.

પણ તકલીફ અહિં થી જ શરુ થાય છે 

માહિતી અને ટેકનોલોજી ના જમાના મા સંદેશા વ્યવહાર બહુ સહેલા થયા છે પણ સંવાદ એમાય ઉષ્મા ભર્યા , માનવ ને માનવ તરીકે હુંફ આપે એવા સંવાદ જવલ્લેજ  થતા જોવા મળે  છે, બીજી રીતે કહુ તો ઘટ્યા છે.  

આવા સંવાદ મા એ બી જરુરી નથી કે સામે વાળુ વ્યક્તિ એ બહુ જ્ઞાની હોય , બહુ સમજદાર હોય અને વળતો જવાબ કે દલીલ આપે એવુ બી જરુરી નથી હોતુ ઘણી વાર. હા એટલુ જરુર થી ધ્યાન રાખવુ પડે કે બસ આ વાતો નો ,પરિસ્થિતિ નો  સામે વાળી વ્યક્તિ કોઇ રીતે ગેર ફાયદો ના ઉઠાવી શકે અથવા  ગેર ફાયદો ના ઉઠાવી જાય.

જરુર હોય છે બસ એટલી કે અંદર ની ગડમથલ ને રજુ કરીને ક્યાક કોઇ ની સામે, એ વિચારો ના વાવાજોડા ને બહાર નિકાળી શકો.

પણ મોટા ભાગ ના લોકો આવુ નથી કરી શકતા.

ઘણા તો સીધુ અંતિમ રસ્તો લઇ આંત્યાતિક પગલુ એ ભરીએ લેતા હોય છે,

ઘણા તો વ્યસન ની વાટે ચડી જતા હોય છે,

ઘણા દવાઓ ની લતે લાગી એના આધારિત જિન્દગી જીવવા માંડે છે,

કોઇ વળી ધર્મ કે આધ્યાત્મિકતા તો કોઇ વળી સેવા નો  માર્ગ પકડી લે છે.

દેખીતી રીતે એમા કૈ ખોટુ નથી.

પણ હકીક્તે શુ આના થી રસ્તો નીકળે  છે ખરો ?   એ સૌથી મહત્વ નો પ્રશ્ન છે .

ઘણી વખત  માણસ આને બદલે  કોઇ રચનાત્મક રસ્તો  લેતો હોય છે જેમ કે કોઇ એ સંગીત શીખી લીધુ , કોઇ ચિત્રકાર બની ગયુ , કોઇ લેખક  બની ગયુ તો કોઇ રમત ગમત  ફાવતી હોય તો એમા કુશળતા હાંસલ કરે  છે.

પણ અહી એ ભુલવુ ના જોઇએ કે દ્વંદ છે એ મન મગજ મા ઉભો થયો છે એને બહાર આવવા રસ્તો  જોઇએ છે , સૌથી સરળ રસ્તો એ શબ્દો થી બહાર આવી જાય છે એ જ હોય છે  ને એની સાથે ગુંથાયેલી મુંજવણ ,પીડા અને નકારાત્મકતા કોઇ રીત દુર  થઇ જઇ શકે.

જે અંદર સર્જાયુ છે એને અંદર થી જ સુલજાવી શકાય  આ માટે તો અંદર થી જ પ્રયત્ન કરવો રહ્યો અને તેનો રસ્તો ક્યાક અંદર જ પડ્યો હોવો  જોઇએ.

બીજી રીતે આ પ્રશ્નને મુલવવી એ તો,

માણસ એક સામજિક પ્રાણી છે એ આપણે સહુ જ જાણીએ  છીએ  અને  સમજીયે પણ છીએ.

એનો મતલબ  માણસ નો માણસ  સાથે નો સંવાદ  હોવો એ પાયા ની જરુરિયાત છે. 

માત્ર સંદેશા ઓ ની આપ લે માત્ર નહી એ અહીં યાદ રાખવુ.

યોગ્ય સ્વસ્થ સંવાદ ની કોઇ ને કોઇ રીતે કમી એક ખાલીપો  કે એકલતા ઉભી કરે છે અથવા તો એકલા પડી ગયા છો એનો એહસાસ કરાવવા માંડે છે.

ને  બસ પછી શરુ થાય છે અહીં તહીં ફાંફાં મારવાનુ , વ્યસન કે દવા નુ વળગળ કે બીજા અન્ય નુકસાન કારક રસ્તાઓ  ખોળી કાઢવાનુ . આમ કરવાથી  ઘણી વખત વ્યક્તિ પોતાનુ જ નહી અન્ય કોઇ માણસ નુ પણ બહુ મોટુ નુકસાન કરી બેસતા હોય છે.

એટલે આ બધા મા સૌથી સહેલુ લાગે એ પગલુ કોઇ ને કોઇ રીતે માણસે પોતાના જેવા અન્ય માણસ સાથે મન ખોલી લેવુ , ખાલી કરી દેવુ અને એની સાથે સંવાદિતતા  કેળવવી જેથી આ બધી પરિસ્થિતિ માથી સહેલાયથી બહાર આવી શકાય. 

પરંતુ ઘણા માણસો પોતાને અંદર થી ખુબ જ મજબૂત સમજતા હોય છે એમની સહન શક્તિ અને માનસિક તાણ જીલવાની ક્ષમતા ને એ લોકો કસોટી ની એરણે ચઢાવતા હોય છે અને એવુ સમજતા હોય છે પોતે  બધુ એકલા  હાથે  મેનેજ  કરી લેશે, એમા કયા કોઇ ની સલાહ કે મદદ લેવાની જરુર છે . એમા ને એમા એ વધુ ને વધુ પોતાને જ પીડતા રહે છે વધુ ને વધુ એ વમળ મા ખુપતા રહે છે

હકિકતે તો પોતે જ લોકો એ ભુલી જતા હોય છે કે,

શરીર વિજ્ઞાન નો એક બહુ સરળ નિયમ છે કે જો ઘા બહુ ઊંડો પડયો હોય તો  એની રુઝ બરોબર આવતી નથી  ને ત્યા ઘા  નુ કાયમ માટે એક નિશાન બની ને  રહી જતુ હોય છે ઘા સંધાય એ જગ્યાએ. 

તો બસ માનસિક પરિસ્થિતિ નુ પણ આવુ જ છે  એ દેખાતુ નથી  હોતુ પણ માનસિક તાણ અને તનાવ થી જે વણ દેખાતા ઘા પડે છે એની  મન મગજ પર બહુ ઘેરી અસર પડે છે અને છોડી ને જતા હોય છે મન મગજ પર લાંબા ગાળા કે કાયમ માટે ની અસર.

બની શકે પહેલા જે માણસ હતુ એ આવા ઘા ની અસર થી એ પહેલા જેવુ હતુ એવુ માણસ જ ના રહે ક્યારેક .

અને એટલે જ સંવાદ કેળવી લેવો જરુરી હોય છે

હકિકતે માણસ હોવુ એટલે શુ ?

માણસ મા વિચાર , ધારણા, તરંગ હોવુ . દિલ મા ઉર્મિ હોવુ, જેમા સંવાદ ની શક્તિ હોય કે વાદવિવાદ ની તાકાત હોય.

કદાચ આ બધુ હોય ત્યારે જ માણસ માણસ હોય છે. 

આ બધુ ખુટી પડે ત્યારે

માણસ પહેલા અંદર થી જ મરી જતુ હોય છે શરીર તો કદાચ પછી મરતુ હોય છે

શુ વધારે સારુ હોય શકે ?  

બસ લડી લેવુ કે રડી લેવુ ?

લડી લેવા મા કૈ  ખોટુ નથી અને એ  મજબુતાઇ નો એક  માપદંડ હોય શકે.

પણ જો હાસ્ય અને આંનદ જો જીવન મા એક સહજ ભાગ હોય

તો પછી રડવા નુ  એટલુ સહજ કેમ ના હોય શકે ?

 

બાળક જો અમસ્તુ હસી લેતુ હોય છે તો કોઇ વખતે કૈંક જોઇતુ ના મળે તો સહજતા થી  રડી પણ લે છે.

તો પછી વયસ્કપણા  અને હકારત્મકતા ના ભાર ને શુ કામ બોજો બનવા દેવો ?

 હસવુ અને રડવુ કોઇ વ્યક્તિ ના ઉર્મિ ના બે છેડા કેમ ના  હોય શકે ?

 હસતા રહો , અંદર ઘમાસાણ  હોય ને બહાર થી હસતા રેહવા નો દેખાવ કરવો એ તો પરિસ્થિતિ ને ઓર ગંભીર બનાવી દેતી હોય છે

 

માણસ નુ તો પેલા દરિયા જેવુ,

ક્યારેક શાંત હોય તો ક્યારેક  દરિયા ની જેમ ઘુઘવતો.

કારણ દરિયા ની એ જ તો તાસીર છે

 

આ પોસિટિવ લો ,પોસિટિવ રહો  ની મથામણ જ ક્યારેક વધુ  મુંજવણો ઉભી કરી દેતી  હોય છે

 

અરે  વિજતાર મા વહેતા વિજપ્રવાહ મા પણ એક છેડો ઋણ  ધ્રુવ/ ભાર અને બીજો છેડો  ધન ધ્રુવ / ભાર એવુ બધુ હોય છે 

હ્યદય માટે કરવા પડતા ઇસીજી મા પણ ફ્લેટ લાઇન  ક્યારેય નથી સારી લાગતી.

તારઈસીજી ની પટટી  તો નિર્જીવ છે

 તો અહી તો કેમ ભુલી જવુ કે અહી આપણે તો જીવંત કોઇ  માણસ કે વ્યક્તિ  ની વાત કરીએ છીએ 

તો પછી  એમા અપ્સ અને ડાઉન ક્કે  ચડ–ઉતર  ને  સ્વીકારવા મન મગજ કેમ રાજી નથી હોતુ

 

 નક્કી કરવુ પડતુ હોય છે કે

જીદ કરી ને દાજી જવુ ?  

  કે 

જતુ કરી ને રાજી રેવુ  ?

 

 

અંતે એટલુ  જ કેહવુ રહ્યુ કે

અવસાદ હટે,

બસ જો સંવાદ ના ઘટે...

( pic from google images )
















 

 

AGE

People say Age is just a number  But i dont want to belittle it  by just enumerating some numbers .  Age is knowledge  Which everyone has to...