Saturday 8 June 2024

AGE

People say Age is just a number 

But i dont want to belittle it 

by just enumerating some numbers . 

Age is knowledge 

Which everyone has to gain

Age is experiences

Every one is born without it hence one has to go through as one goes ahead in life 

Age is maturity 

Every one has to develop it 

Age is struggle 

Every one has to do it one way or other way

Age is learning 

Which happens of everyone somehow someway 

Age is curiosity 

Which is  very difficult to maintain at every phase of life 

Age is a milestone 

Every one achieves it 

without any other achievement happened or not in life 

Age is fire 

Which  burns inside everyone everyday 

Until finally it will extinguish 



Wednesday 8 May 2024

લાપતા લેડીઝ અને દિલ ચાહતા હૈ..









( Pics from fb and google ) 

उठेगी अरथी या उठेगी डोली, 

बस इसी मजबूरी मे

न जाने कितने सपनो की

चढती रही है बली । 


લાપતા લેડીઝ જોઈ અને એ જ આળે ગાળે દિલ ચાહતા હૈ પણ જોઈ. 

 એમ જોવા જોઈએ  એ બંને મુવી માં સીધી રીતે કોઈ કનેક્શન નથી પરંતુ જોવા જઈએ તો એમાં એક કનેક્શન ખોળી શકાય છે.દિલ ચાહતા હૈ 2001 માં રિલીઝ થયું હતું જ્યારે લાપતા લેડીઝ એ 2001 ની આ વાત છે એ રીતે શરૂ થાય છે .

દિલ ચાહતા હૈ એ ત્રણ યુવાન મિત્ર એટલે કે અભિજાત્ય વર્ગ ના ત્રણ પુરુષ અને તેમના પ્રેમ સંબંધ અને લગ્નની વાત લઈને આવે છે ત્યારે લાપતા લેડીઝ એ જ સમય ગાળામાં ભારતના કોઈ ગ્રામ્ય જીવનની સામાન્ય વર્ગ ની  બે યુવા સ્ત્રીઓ ના લગ્ન જીવનની વાત લઈને આવે છે.

બીજી એક મુદ્દાએ પણ મારુ ધ્યાન ખેચયુ કે એ અરસામાં કયા પ્રકારના કેમેરાથી શૂટિંગ થતું હશે પરંતુ દિલ ચાહતા હૈ માં થયેલ શૂટિંગ જાણે આપણે રોજિંદા જીવનમાં હાલ પણ જે રીતે રંગો જોઈએ છે,પ્રકાશ જોઈએ છે,આકાશનો રંગ કે વૃક્ષોનો રંગ જે કુદરતી અવસ્થામાં જોઈએ છે તેવી રીતે જ તે જ પ્રકારના રંગો અને ચિત્રો તમને  મુવી જોવા દરમિયાન  તાદશ્ય થાય છે જેમા કોઈપણ પ્રકારનું એનહાન્સમેન્ટ જોવા મળતું નથી જે  મુવીને  વધુ વાસ્તવિક અને સચોટ બનાવી દે છે જ્યારે લાપતા લેડીઝ  એમ તો એ જ અરસા ની વાત લઈને આવે છે પરંતુ કેમેરાની ટેકનોલોજી ની કમાલ કે પછી મુવી મેકિંગ ની કમાલ ના લીધે એ સમયગાળાની એ રોનેસ ને એ રીતે નોંધી કે દર્શાવી શકવામાં કયાક ઉણુ ઉતરતું હોય એમ લાગે. દરેક ચિત્ર જાણે ગ્લોસી બની જાય છે ચાહે એ એ ગ્રામ્ય જીવનનું કોઈ સીધું સાધુ ચિત્રણ હોય કે રેલવે સ્ટેશન નુ દ્રશ્ય  એ વાસ્તવિકતા ને ઝીલવામાં ક્યાંક કાચું પડતું હોય એમ લાગ્યા કરે છે.

હા એ ચોકકસ સમજવું રહ્યું કે સમયગાળો એક હોવા છતાં એક તરફ એક મુવીમાં પુરુષ પ્રધાન વાર્તા છે તો બીજી તરફ સમયના બદલાવ સાથે એ જ સમયગાળામાં સ્ત્રી પ્રધાન વાર્તા પર ફિલ્મ બનાવી ખૂબ જ મહત્વની અને ઉમદા વાત છે પરંતુ બંને મુવીમાં એક અંડર કરંટ વાત ધ્યાને પડે છે એ ચાહે દિલ ચાહતામાં આકાશનું અગ્રેસન હોય કે પછી લાપતા લેડીઝમાં દીપુ ભૈયાનો દિલ નો આંતરિક વલોપાત અને સંઘર્ષ હોય .. 

એ પરથી એટલુ કેહવુ જ રહયુ... 

 પુરૂષ વ્યક્તિ ખરેખર કોઈ સ્ત્રી વ્યકતિ ને પસંદ કરતો હોય છે ત્યારે એના માટેના પ્રયત્નો અસાધારણ હોઈ શકે છે. 

નોંધ :લાપતા લેડીઝ અને દિલ ચાહતા હૈ - બન્ને સરસ મુવી છે.. 

Wednesday 28 February 2024

સૈલિંગ ઇન ધ વેરિ ડિફ્રંટ કાઇંડ ઓફ બોટ

 

                   દરેક વ્યક્તિ  જિંદગીમા  કોઇ સમયે  કોઇ એવા પડાવ પર  આવી પહોંચતો હોય છે જ્યાં એ  પાછલા સમય નુ આકલન કે આગળા આવનારા સમય પર દ્રષ્ટિ પાત કરી શકતો હોય છે.

હકિકતે  કોઇ પણ વ્યક્તિ પોતે જિંદગી  ના કયા મૂકામે પહોંચી ગયો છે એ કેવી રીતે નક્કી કરી શકે 

છે ?

                 સીધી સરળ રીતે જોઇએ તો એ એ પોતે પોતાની સાથેના અન્ય લોકો  કે પોતાની સાથે જ મોટા થયા હોય કે  જિંદગી મા આગળ વધેલા કે પાછળ ધકાયેલા હોય એ લોકો સાથે  સરખામણી કરી ને .

               બીજી પણ એક રીત છે જ્યા  હાલ જિંદગી ના જે પડાવ પર છે એને પોતાની જિંદગીના કોઇ પાછલા પડાવ સાથે સરખાવીને એ બાબતે મનોમંથન કરી ને પણ આ બાબતે કોઇ ચોક્કસ  નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ.

              પહેલી રીતમા કદાચ વ્યક્તિ  પોતાના બાહ્ય વિકાસ બાબતે વધુ  વાકેફ થાય  એવી શક્યતા છે તો કદાચ  બીજી રીત મા એ પોતાના આંતરિક વિકાસ  બાબતે વાકેફ થાય એવી શક્યતા ઓ વધુ છે .    કોઇ વખત આના થી તદન વિપરિત રીતે પણ મુલ્યાંકન થઇ શકે છે જેનો સમગ્ર આધાર એ વ્યક્તિ અને  એના વ્યક્તિત્વ પર રહેલો છે.

              પહેલી રીત મને  આઇનસ્ટાઇન  ના સાપેક્ષવાદ  જેવી લાગે છે. જ્યા આપણે  અન્ય સાથી મિત્રો એ  કેટલા  સમય મા  શું હાસલ કર્યુ  , ક્યા થી ક્યા પહોંચી ગયા એનુ સરવૈયુ  કાઢી એને  આપણા પોતાના સરવૈયા સાથે જાણે અજાણે સરખાવી બેસતા હોઈએ છીએને  અને એ સાપેક્ષ સરખામણી  થકી  આપણે આપણી જાત ને મુલવતા હોઇએ છીએ .

            બીજી રીત મને કાફ્કા ની પેલી  છોકરી અને  ડોલ ( ઢીંગલી )  ની વાર્તા જેવી લાગે છે  જ્યા વર્ષો  પછી જ્યારે એ બાકડા પર અચાનક  મળેલી એ  છોકરીને એની એ ખોવાય ગયેલ  ડોલ પાછી આપે છે ત્યારે એ છોકરી કહે છે આ ડોલ  મારી ડોલ નથી તો આ તો  બહુ બદલાય ગયેલ  છે  ત્યારે કાફ્કા એને સમજાવતા  કહે છે એ તો  આટલા સમય દરમિયાન દુનિયા ભ્રમણ  કરી રહી હતી  એટલે  એના મા  હવે  બદલાવ આવી  ગયો છે એટલે તને આ ડોલ બદલાય ગયેલ લાગે છે.

             આપણુ પણ આવુ જ હોય છે  આપણે  પણ જિંદગી  ની  રેખા માથી  કોઇ ચોક્કસ બિંદુ થી કોઇ ચોક્કસ બિંદુ સુધી નો રેખાખંડ લઇએ  અને તપાસિયે  તો આપણે  પણ કેટ કેટલા નવા માણસો ને  મળ્યા છીએ  , કેવા કેવા માણસો ને મળ્યા હોઈએ છીએ  ને  નીત નવા પ્રકાર ના અનુભવો માથી  આપણે ગુજરયા છીએ  અને આ બધાને  લીધે  આપણા મા કેવા અને કયા પ્રકાર ના પરિવર્તન આવી ગયા છે  એનુ સ્વમુલ્યાકન કરી શકીએ છે  

 

              હકીકતે આવો ઘટનાક્રમ લગભગ ત્યારે બને છે જ્યારે કોઇ વ્યક્તિ  જે આપણ ને ઓળખતી  હોય  પણ  બહુ લાંબો  પરિચય ના રહ્યો કે લાંબો સમ્પર્ક પણ ના રહ્યો હોય અને પછી ઘણા વરસો બાદ જ્યારે એ વ્યક્તિ સાથે અનાયાસે જ મળવાનુ  થઈ આવે ને  પછી  જે નાનો અમથો પણ રસપ્રદ સંવાદ થઇ આવે ત્યારે એમા થી  આગલા સમય  ની  આપણી  ખાતાવહી  માથી એમ જ પસાર થઇ જવાતુ હોય છે.

ને ત્યારે કદાચ થઇ આવે કે

 

....એમ સૈલિંગ ઇન ધ વેરિ  ડિફ્રંટ કાઇંડ ઓફ  બોટ  ...


( pics  from google images ) 









Monday 15 January 2024

કોણ ...

આંખો ને ગમતી કુદરતની એ હરિયાળી 

કાન ને ગમે એ કલરવ 

સ્પર્શ થી અનુભવાતા એ મોજાં 

આંખો ને ગમતી કુદરતની એ હરિયાળી 

કાન ને ગમે એ કલરવ 

સ્પર્શ થી અનુભવાતા એ મોજાં 

અહીં કોણ ખોળે? 


પાસે થી હળવેક થી પસાર થઈ જતી એ હવા 

એની મજા 

એની સુવાસ 

 અહીં કોણ શોધે? 


ખેતરની ને કે રણની 

ઉડતી રજકણ ની એ ચાદર 

અહીં કોણ ઓઢે? 


પર્વત , જંગલ ને 

ખાઈ ટેકરા ને ખડક

અહીં કોણ ખુંદે?


જાણે કે અહી મોબાઈલ મા 

સમાઈ શકે એવુ ને એટલુ જ.. 

જીવવાનુ માફક આવી ગયુ છે ...

સહુ ને...

Saturday 6 January 2024

ચાર ચક્રી

 એક ચક્રી , દ્વિ ચક્રી , ત્રિ ચક્રી  ને 

છેલ્લા કેટલાય સમય થી ચાર ચક્રી,

સમય  ની આ તે કેવી ગતિ 

બદલાતી જતી  આ પરિસ્થિતિ 

ગણે  એને  અહી  સહુ પ્રગતિ.


 માનુ છુ  તારો દિલ થી આભાર

 જીવ  નથી  હુ જાણુ  છુ તુજ મા  

 વ્હિલ ને વિલપાવર  બન્ને હતો તારો જોરદાર  


 ભલે  હોય ને સામે તડકો , છાંયો કે વરસાદ નો પડકાર 

 હર અડચણ કરી તે  પાર 

 પોંહચાડયો  છે બધે તે મને 

સમયસર સહુ વાર 


તે કાયમ વગાડયા  જુદાં જુદાં ગીત 

મારા  મૂડ ને મરજી  મુજબ નુ સંગીત 

ચાહે  ભુલાવી દેવા  હોય  ભારેખમ  ગમ કે હાર 

 કે ઉજવવી હોય  કોઈ  ખુશી કે જીત જોરદાર 


સવાર ના  સંદેશ પણ તે વહેચ્યા  

 જોક  ને  વાર્તા - કથા  પણ કિધી 

મારા ખડખડાટ  હાસ્ય ને  પણ સાચવ્યુ 

મારા આંસુ ને પણ તે પોતાના કિધા 


તે તો આપ્યો  હર હમેશ સરસ  સાથ સહકાર,

એટલે જ  માનવો રહ્યો તારો  દિલ થી આભાર ..

AGE

People say Age is just a number  But i dont want to belittle it  by just enumerating some numbers .  Age is knowledge  Which everyone has to...