Monday 15 January 2024

કોણ ...

આંખો ને ગમતી કુદરતની એ હરિયાળી 

કાન ને ગમે એ કલરવ 

સ્પર્શ થી અનુભવાતા એ મોજાં 

આંખો ને ગમતી કુદરતની એ હરિયાળી 

કાન ને ગમે એ કલરવ 

સ્પર્શ થી અનુભવાતા એ મોજાં 

અહીં કોણ ખોળે? 


પાસે થી હળવેક થી પસાર થઈ જતી એ હવા 

એની મજા 

એની સુવાસ 

 અહીં કોણ શોધે? 


ખેતરની ને કે રણની 

ઉડતી રજકણ ની એ ચાદર 

અહીં કોણ ઓઢે? 


પર્વત , જંગલ ને 

ખાઈ ટેકરા ને ખડક

અહીં કોણ ખુંદે?


જાણે કે અહી મોબાઈલ મા 

સમાઈ શકે એવુ ને એટલુ જ.. 

જીવવાનુ માફક આવી ગયુ છે ...

સહુ ને...

Saturday 6 January 2024

ચાર ચક્રી

 એક ચક્રી , દ્વિ ચક્રી , ત્રિ ચક્રી  ને 

છેલ્લા કેટલાય સમય થી ચાર ચક્રી,

સમય  ની આ તે કેવી ગતિ 

બદલાતી જતી  આ પરિસ્થિતિ 

ગણે  એને  અહી  સહુ પ્રગતિ.


 માનુ છુ  તારો દિલ થી આભાર

 જીવ  નથી  હુ જાણુ  છુ તુજ મા  

 વ્હિલ ને વિલપાવર  બન્ને હતો તારો જોરદાર  


 ભલે  હોય ને સામે તડકો , છાંયો કે વરસાદ નો પડકાર 

 હર અડચણ કરી તે  પાર 

 પોંહચાડયો  છે બધે તે મને 

સમયસર સહુ વાર 


તે કાયમ વગાડયા  જુદાં જુદાં ગીત 

મારા  મૂડ ને મરજી  મુજબ નુ સંગીત 

ચાહે  ભુલાવી દેવા  હોય  ભારેખમ  ગમ કે હાર 

 કે ઉજવવી હોય  કોઈ  ખુશી કે જીત જોરદાર 


સવાર ના  સંદેશ પણ તે વહેચ્યા  

 જોક  ને  વાર્તા - કથા  પણ કિધી 

મારા ખડખડાટ  હાસ્ય ને  પણ સાચવ્યુ 

મારા આંસુ ને પણ તે પોતાના કિધા 


તે તો આપ્યો  હર હમેશ સરસ  સાથ સહકાર,

એટલે જ  માનવો રહ્યો તારો  દિલ થી આભાર ..

AGE

People say Age is just a number  But i dont want to belittle it  by just enumerating some numbers .  Age is knowledge  Which everyone has to...