મારા મગજ માંથી એ ચિત્ર હટતું જ નથી.
એ સાત વ્યક્તિ ની જમીન પર ગોઠવાયેલી એ લાશો ને કોઈ દૂર થી એને ફુવારો મારી રહ્યું છે,
એ લાશો માં ના કેટલાક ના હાથ હજુ આકાશ તરફ છે.. ક્યાંક થોડા ખુલ્લા તો ક્યાંક અધ ખુલ્લી મુઠી વાળેલા.
મને કોણ જાણે એ સિકંદર ધ ગ્રેટ વાળી વાત ની યાદ અપાવે છે કે મારા માર્યા પછી મન દાટો તો મારા હાથ બહાર રાખજો કે જેથી દુનિયા ને ખ્યાલ રહે કે તમેં ગમે તેટલુ હાંસલ કરો છેલ્લે સાથે કઈ લઇ જઈ શકાતું નથી, બસ હાથ ખાલી રહી જાય છે.
પણ અહીં ગયેલા માણસો સાથે કઈ લઇ નથી ગયા પણ કેટલાક પ્રશ્નો મુકતા ગયા છે
સહુ માટે , આપણા માટે
એમના હાથ માં રહી ગયેલો પ્રશ્ન
-- કે હે માણસ તારે ત્યાં ગટર જામ થાય કે ઉભરાય જાય કે તરત અમે તને યાદ આવીયે છીએ ને અમને બોલાવે છે ને એ ઉલેચવા ને અમે હાજર પણ થઇ જઇયે છે.
પણ એવી જ રીતે
હે માણસ ,
કોક દી તારા માનસ પટલ ની જામી ગયેલી એ પાઇપો, નાળીઓ તો ઉલેચાવ
જ્યા છે જાતિવાદના , આભડછેટના , અશ્પ્રુશ્યતા ના ડૂચા ,
જ્યાં ઉભરાય છે ભેદભાવના , માનવ શોષણ ના ખાળકુવા,
જ્યા ગંદકી ફેલાયેલી છે ચોતરફ કોઈ તારા જેવા જ માણસ ને , સ્ત્રીઓ ને એક નિમ્ન સ્તરે જીવવા માટે મજબૂર રાખવાની ,
જ્યા વાસ આવે છે દ્રેષ ની , જોહુકમીની , દંભની ,
એક વાર બોલાવી તો જો
એવી તો સાફ કરીશ કે -
ત્યાં ખીલી ઉઠશે માનવતા ના પુષ્પો ,
મોહરી ઉઠ સે માનવગરિમા ,
ચોતરફ ફેલાઈ જશે માણસાઈ ની ખુશ્બુ
બસ એક વાર એક વાર કહેણ મોકલી તો જો
હે માણસ ..