આપણે સહુ જાણીયે છીએ માણસ એક સમાજિક પ્રાણી છે અને આપણે સહુ વરસો થી સમુહ મા રેહવા ટેવાયેલા છીએ.
જુદી રીતે કહીયે આપણી સહુ ની જીવન પદ્ધતિ એ રીતે ઘડાઈ ચુકી છે.પણ સાથોસાથ એ પણ યાદ રાખવુ જ
કે જ્યારે પણ જરુર ઉભી થાય છે ત્યારે કુદરત સાથે તાલ મિલાવવા,આવી પડેલ કોઇ પણ આપદા ને પહોચી વળવા જરુરી બદલાવ કર્યા જ છે જેથી કરીને જ આપણે માનવ સમાજ અને માનવ ઉત્ક્રાન્તિ ની આજ ની આ સ્થિતિ સુધી પોહચ્યા છિએ.
આજે સામે કોરોના મહામારી નામની આફત આવી જ પડી છે ત્યારે એનો સામનો આપણે સહુ એ સાથે મળી ને કરવાનો છે .
એ માટે આપણે સહુ એ વાત સમજી જવાની જરુર છે કે સારુ સ્વાસ્થ્ય એ માત્ર વ્યક્તિગત ઉપલબ્ધિ નથી પણ પણ એ કોઇ પણ સમાજ ની સામુહિક ઉપલબ્ધિ છે .
એ માત્ર સામુહિક જીવન ની ઉપલબ્ધિ જ નહી પણ જીવનપદ્ધતિ અને લક્ષણ બને એ જોવાની એ સમુહ ના એટલે કે સમાજ ના હરેક વ્યક્તિ ની જવાબદારી બની રહે છે.
જેમા નાની અમથી ચુક કોઇ ની પણ માટે જીવન મરણ નો પ્રશ્ન ઉભો કરી શકે છે જેની સહુ કોઇ એ નોંધ લેવી જ રહી.
બસ આત્મ રક્ષા ના પગલા નુ ચુસ્ત પણે પાલન કરતા રહીશું,જેમ કે,
1) વ્યક્તિ વ્યક્તિ વચ્ચે યોગ્ય અંતર જાળવિયે
2) નિયમિત માસ્ક નો ઉપયોગ કરતા રહીએ
3) નિયમિત હાથ ધોતા રહીએ
બસ એ જ આશા સહ.
અંતે ટુંક મા કહુ તો,
દાખવિયે થોડી સમજદારી,
રાખીયે થોડી તકેદારી,
નીભાવિએ પોતપોતાની જવાબદારી,
નહી તો જો જો ક્યાક કરી ન બેસીએ
જિંદગી સાથે જ ગદ્દારી.