Thursday 17 August 2017

The Genius - આલ્બર્ટ આઈન્સ્ટાઈન

આઈન્સ્ટાઈન

વિશ્વ  ની એક બહુ જ જાણીતી ખ્યાતનામ વ્યક્તિ અને  એમની આ ખ્યાતિ  વિજ્ઞાન ની કામગીરી થકી છે  એ બહુ  જોરદાર વાત છે .. ..
પણ  શું  કામ ના થાય ?

દુનિયા ની કોઈ  પણ વસ્તુ - પ્રશ્ન ને વૈજ્ઞાનિક ઢબે જોવા સમજવાની અજબ ની  જિજ્ઞાસા વૃત્તિ ને એ થકી એક  એવા નીયમ તારણ સુધી પોહચ્વાનો અડગ વિશ્વાસ ને અથાક મહેનત  જ એમને વિજ્ઞાન નાં સિદ્ધિ શિખર સુધી લઇ જાય છે...

જેણે  આપેલી થિયોરીથી   દુનિયા નાં વિજ્ઞાન મા એક આમુલ પરિવર્તન આંવ્યું  હોય એ વ્યક્તિ ની  ખ્યાતિ તો  દુનિયા ના ખૂણે ખૂણે પહોંચે જ.....

જેનો  સુચિતાર્થ  દુનિયા  ની એક ઐતિહાસિક  ઘટના એટ્લે કે  વિશ્વ યુદ્ધ ને  એક  એવો વળાંક આપે છે જેથી  દુનિયા ની રાજકીય,સામાજિક ને ભૌગોલિક પૃષ્ઠભૂમિ  મા કાયમ માટે એક  બદલાવ આવી જાય છે .....ત્યારે  એ વ્યક્તિ થી  કોઈ અજાણ્યું  કેમ નું  હોય  શકે ?

મે પણ મારી બુક " એક ડૉક્ટર ની નજરે "  મા એમનાં ખુબ  જાણીતા સૂત્ર પરથી એક વાત મુકી જ છે ..

પણ  હુ  કેમ અહિયાં આ બધી વાત મુકી રહ્યો છું?

એ માટે હુ આભારી છું  નેશનલ  જિઓગ્રાફિક ચેનલ ની જીનિયસ ( genius  )  t v સિરીઝ  નો જેણે  આ વિરલ વ્યક્તિત્વ  ને  બહુ  નજીક થી  ઓળખવાની તક આપી ..
આઈન્સ્ટાઈન  મહાન  વૈજ્ઞાનિક  છે એ આપણે  સહુ જાણીએ છીયે
પણ  એ એક એવા વ્યક્તિ પણ  છે જેણે  પોતાના  વ્યક્તિગત સિદ્ધાંતો ને સ્વાંતંત્ર્ય  ને સૌથી ઊંચું સ્થાન  આપ્યું ને એટલું જ નહી એ  માટે એમને દુનિયા ની કોઈ પણ  તાકાત આગળ નમતું નથી જોખ્યું એ ખુમારી ની જાણ તો  સિરીઝ જોઇ ને  જ થઈ

તો  ભલે દુનિયા  માં  કોઈ વિજ્ઞાન ની કેટલી પણ  જટિલ બાબતો ને ઉકેલી લેમાણસ તરીકે ની એમની  લાગણી ને ભાવનાઓ ને જિંદગી  એક  સામાન્ય  માણસ જેવી જ  ક્યારેક સહજ  તો  ક્યારેક  આંટીઘૂંટી  વાળી  હોય છે એની પ્રતીતિ થઇ.

ને અંતે પાછો સાયન્સ પાર આવુ કે
આઈન્સ્ટાઈન  ના મતે

" ક્યારેક ધારણાઓ જ આપણ  ને  કેટલીક સાયન્ટિફિક  બાબતો  મા દિશાનિર્દેશ કરતી હોય છે "

એ વાત આજે કોઈ scifi  મૂવી જોઇયે ત્યારે એકદમ દમદાર ને  સાચી લાગે    -- જેમ કે આપણે પરગ્રહવાસીઓ   ને જોયા નથી, એમનું અસ્તિત્વ છે કે કેમ એ પણ  જ હજુ પાકું નથી ખબર
તેમ છતા અહિયાં   પોતાની ધારણા ઓ ને આધારે કેટલાય  મૂવી બને  છે
ને પૃથ્વી પર ની સૌથી  સમજદાર પ્રજાતિ એ માટે દિન રાત બ્રહ્માંડ ને ખૂણે ખૂણે ફંફોસિ રહી  છે...સાચું ને!


અંતે એક  વાત
EINSTEIN : GENIUS

એ tv સિરીઝ  જોઈ લેજો  ક્યાંયથી પણ ચુકતા નહિ....   

4 comments:

AGE

People say Age is just a number  But i dont want to belittle it  by just enumerating some numbers .  Age is knowledge  Which everyone has to...