Sunday, 25 June 2017

એક ગુજરાતી મૂવી " શુભારંભ " પર થી

આજે એક ગુજરાતી મૂવી જોયું

" શુભારંભ " ....  

મૂવી  સાથે  સંકળાયેલ દરેક વ્યક્તિ  ને ખુબ ખુબ અભિનંદન  આટલા સરસ મૂવી માટે  .....

 બહાર થોડી  વરસાદ ની ઝરમર છે....
ને એ સાથે કદાચ  કેટલાય ના મન માં   સંબધો   ની યાદો  ની  કૂંપળો ફૂટી હશે...

ને કેટલીક વાતો મારા મન મગજ માં પણ ફૂટી ...

મૂવી માં  એક  પંક્તિ આવે છે  " શું ફેર પડે છે ??  "..

જેના  પર  થી  મને સ્ફુરેલા શબ્દો થી  શરું કરું છું .

શું ફેર પડે છે ??..

આજે સંબંધો નું  હોવાનું,
આવતી કાલે હતું નહોતું થઇ જવાનું...

શું ફેર પડે છે ??..

 
પછી તો બસ યાદો માં ,
કેમે કરી ને જીવવાનું...

શું  ફેર પડે છે ?

પણ સાચું કહું  સાલું બહુ ફેર પડે છે  ..

મૂવી  માં  માનવ જીવન ના સંબંધો ની આટીઘુંટી ને બહુ સરસ રીતે કંડારી છે .
ને એ પરથી મન માં આવેલી બે ત્રણ વાતો કૈક આવી છે ...

*    સંબંધ એ એવી ઇમારત છે  જે ચણાય છે  , બને છે .
પ્રેમ ની સિમેન્ટ થી , વિશ્વાસ ની ઈંટો થી ,સમજ અને સહન શક્તિ  ની રેતી કપચી થી ..
પણ દરેક ઇમારત માટે સૌથી મહત્વનો  હોય છે ઇમારત નો પાયો  ..
માનવ સંબંધ  નો પાયો છે લાગણી અને ભાવના .
આવી એકમેક માટેની ઊંડી  લાગણીઓ ભરી ક્ષણો  - યાદો રૂપે  એ સંબંધ ની ફાઈલ માં  કાયમ માટે અંકિત થઇ જતી હોય  ....

*   સંબંધ માં ની બે વ્યક્તિઓ એ ત્રાજવા ના બે પલ્લા જેવી હોય છે
ભૂલ થી જોઈ કોઈ એક પલ્લાં ને    - એટલે કે કોઈ વ્યક્તિ  ના મન માં ગેરસમજ રૂપી લોહ ચુંબક ચોંટી  જાય તો પછી એ સંબંધ  રૂપી ત્રાજવા  ને  સમતોલ કરવું મુશ્કેલ થઈ  જાય છે ,સંબંધ ને બચાવી લેવો કપરું બની જાય છે ને બધાને એ માટે ની અમૂલ્ય તક પણ મળતી નથી  હોતી ક્યારેક ..


પણ મૂવી જોય ને એમ લાગ્યું કે જો આવા કોઈ સંજોગ માં એ ફાઈલો  ઉપર સમય જતા બાજી ગયેલી ધૂળ ને એકાદ જોશભેર કોઈક  ફૂંક મારેને તો એનું પરિણામ કૈક નોખું જ મળી આવે છે ... સાચું ને ....

1 comment:

The preach

There was the  preach  not just to increase reach  Rather  It is genuine effort  To stitch  The fabric of love, friendship, compassion  To  ...