આધુનિક અંગુલિમાલ ---
આજે સમય કોલેજ થી ઘરે આવ્યો.
એણે રૂમમાં બેગમૂકી અને ડ્રોઈંગ રૂમમાં ટીવી જોવા લાગ્યો.
પણ એનું મનમગજ ટીવી જોવામા નહોતું બસ એ તો પપ્પા આવે એની રાહ જોઇ રહ્યો હતો.
એટલા માં એના પપ્પા ઘરે આવી ગયા એમણે પાણી અને થોડી ચા પીધી.
સમય ના મમ્મી વિધિ બહેન આજે બહાર ગયા હતા.
પપ્પા એ પૂછ્યું : સમય આજે વેહલા આવી ગયો
એણે કીધું હા.
પપ્પા આપણે કૈક વાત કરી શકીયે.
ચોક્કસ કેમ નઈ.
આ મને તમે જે ગાડી આપી છે ફેરવવા એ કેટલા ની આવે?
કેમ ? ના ગમી? નથી બરોબરચાલતી ? કંઇ તકલીફ છે?
ના એવું કઈ નથી.
તમે કહો તો ખરાં,આ તો જરા એમ જ જાણવું તું.
ઓકે.
આટલા રુપીયાની
તો પપ્પા તમારો સેલરી કેટલો?
સમય આ કેવો પ્રશ્ન ?
એનું જાણીને તારે શું કરવું છે ?
ઈન્ક્મ ટેક્સ ભરવો છે કે ?
તમે કહો તો ખરા પપ્પા..
ઓકે અંદાજે આટલો..
તો એટલો પગાર ક્યારથી આવે ?
બરોબર બસ બે વરસથી મને પ્રમોશન મળ્યું ત્યારથી.
દર વર્ષે તમે મારા ભણવાની પણ આટલી બધી ફી ભરો જ છો.
હા એ તો કરવું જ પડે ને તો જ તને આગળ સારી નોકરીધંધો મળે ને.
ત્યાં સમય ના મમી વિધિ બહેન આવી જાય છે
એમણે અજાણે પરિસ્થિતિ હાથ માં લઇ લે છે .
પપ્પા વાત વાળી લઇ એને સમજાવે છે કે હવે તું કોલેજ મા આમ કાર લઈ ને જાય તો તને કમ્ફર્ટ રહે ને તારું સ્ટેટ્સ બને.
ને તમેય જાણે જ છો મને તો બાઈક પર જ ફરવુ આવવું જવું ગમે છે.
થોડું પોલ્યૂશન બી ઓછું થાય , આઈ એમ એન્વાયરમેન્ટ સેન્સિટિવ પરસન યુ નો .
ગયા મહિને પણ મમ્મી ના જન્મદિવસે તમે એમને પેલો મોંઘો ડાયમંડ નેકલેસ આપ્યો હતો.
જો કે મને યાદ છે મમ્મીએ ડાયમન્ડ રિંગ જ માંગી હતી
તો પપ્પા એક વાત કહું આટલી મોંઘી વસ્તુ તમે ક્યાંથી, કેવી રીતે ખરીદી લાવો,અપાવો છો પપ્પા ?
ને અમે એ વસ્તુઓ તો માંગી જ નથી હોતી તો તમે શા કારણે એ વસ્તુઓ ,સુવિધાઓ આપવો છો?
પપ્પા સમયને કોઈ જવાબ નથી આપતા.
ત્યાં તો વિધિ બહેન રસોડા માંથી બૂમ પાડી ચાલો જમવાનું થઇ ગયું છે. નિમિત્ત તમે સમય ને કો જલ્દી હાથ ધોઈ લે ને તમે બંને જમવા આવી જાવ.
પણ નિમિત્ત ના મનમાં એજ ચાલતું હોય છે કે સમયના મન માં આ પ્રશ્ન આવ્યા ક્યાંથી ?
બસ એ ઝડપ થી પોતાનું જમવાનું પૂરું કરી ધાબા પાર જઈ આંટા મારવા લાગે છે.
નિમિત્ત સમય ને પણ જમીને ધાબા પર આવવા કહે છે.
એને ખ્યાલ હતો જ સમય ફરીથી એ પ્રશ્નો પર આવશે જ.
થોડી વાર માં સમય ધાબા પાર આવી જાય છે.
નિમિત્ત એને અંગુલીમાલ ને બુદ્ધની વાર્તા કહે છે.
હવે નિમિત્ત એટલે કે પપ્પા સમયને પૂછે છે પણ આજે કોલેજ ગયો તો શું શું કર્યું
, શું શું શીખ્યો?
હંમમ સવારે લેકચર્સ ભર્યાપછી બ્રેક માં હું નાસ્તો કરવા જ્યાં જવું છું ત્યાં ગાડી લઇને ગયો તો.
હું નાસ્તો કરી રહ્યો તો ત્યારે ત્યાં એક ભિખારી થોડી દૂર બેઠો હતો .
પપ્પા પૂછે છે પછી.
એ છાપુ વાંચતો તો.
મને બી આશ્ચર્ય થયુ કે એટ્લે મેં બી પુછી કાઢ્યું આ છાપું વાંચી ને વળી કયો બિઝનેસ કરવો છે?
એણે મને છાપા માં એક ચીત્ર બતાવ્યું અને એની પ્રાઇઝ જેની નીચે અન્ડરલાઇન કરી હતી એ બતાવી.
એ તો આપણી જ કાર નું ચિત્ર હતું
એને મને પૂછ્યું આ બહાર સામે ઉભેલી કાર તારી છે?
મેં કીધું એક રીતે હા અને એક રીતે ના.
ભિખારી સમજી ગયો એટલે એણે કીધું તારા પપ્પા એ તને લાવી આપી છે એમ જ ને.
મને એની ચતુરાઈ ગમી એટલે મેં એને પુછ્યુ તમારે કઈ નાસ્તો કરવો છે ?
એક મિનિટ હું તમારી માટે કઇક લઇ આવું.
હું પાછો ડીશ લઇ વળું એટલી વાર માં તો .......??
બસ એ કાર નું ચીત્ર ને એમાં એ કાર ની પ્રાઇસ નીચે કરેલી એ અંડર લાઈન વાળું છાપુ જ હતું ત્યાં તો .
તારે સવારે કોલેજ જવાનું છે ને મારે ઓફિસ.
ચાલ નીચે જઈ અને પોત પોતાના રૂમમા સુવા જઈએ.
સમય તો સુઈ ગયો છે.
બસ નિમિત્ત જાગે છે ....
ખબર નથી ?ખરેખર ? કેમ? કેટલું ? શા માટે ?
( ફોટો : ગૂગલ પર થી )
( ફોટો : ગૂગલ પર થી )
No comments:
Post a Comment