હાલ આપણે લૉક ડાઉન ના સમય - પરિસ્થિતિ માંથી ગુજરી રહ્યા છીએ . સહુ ઘરે જ છીએ .
લોકો ની મોટા ભાગ ની જ જાહેર પ્રવૃત્તિ થંભી ગઈ છે,ખરું ને..
પણ આ લોક ડાઉન શરૂ થયું એ પહેલા નું ચિત્ર વિચારીયે તો શું જણાય છે ?
સમગ્ર વિશ્વ માનવ જાત સ્પર્ધા ના દોર માં એક દોડ મા લાગેલું હતુ જયા કોઇ આ વિશ્વ ખરેખર કઇ દિશા મા ગતિ કરી રહયુ છે એનો તાગ મેળવવાની કોઇ દરકાર કે પ્રયત્ન કરવા બહુ જાજુ ઉત્સાહી જણાતુ નહોતુ,નથી.
હા કયારેક કયારેક શોષણ , ભુખમરો , ગ્લોબલ વૉરમિગ,યુધ્ધ આવી સમસ્યા ઓની ચર્ચા વિચારણા કરી પણ લેતા.
પણ આ કૉરૉના વિષાણુ ની આ બિમારી - મહામારી થકી કુદરત એ માનવજાત ને એક ચોક્કસ આચકો કહો કે એક આઘાત આપ્યો છે કે જેણે માનવ જાત ને થમ્ભી જવા મજબુર કરી દીધી છે.
આવા વખતે મને બુધ્ધ અને એમના શિષ્ય ની એક વાર્તા યાદ આવે છે . આમ તો પુરી વાત યાદ ન આવતા મે એને યુ ટયુબ પર ખોળી જોઇ તમે પણ જો જો શકય હોય તો.
વાત કાંઇક આમ છે .
બુદ્ધ અને એમના શિષ્ય કયાક જઈ રહયા હોય છે.
રસ્તા મા તળાવ આવતા બુધ્ધ એક શિષ્ય ને પાણી લઈ આવવા કહે છે.
શિષ્ય પાણી લેવા જાય છે પરતુ ત્યારે જ ત્યાં એક ગાડુ પસાર થતા પાણી ડહૉળાય જાય છે એટલૅ શિષ્ય પાણી વગર પાછો જાય છે ને બુધ્ધ એ પુછતા એ પાણી કેમ ન લાવ્યો એની વાત કહે છે .બુધ્ધ ફરી એ જ શિષ્ય ને પાણી લેવા મોકલે છે ને આ વખતે પણ એ એમ જ પાછો આવે છે.
થોડી વાર પછી એ જ શિષ્ય ને પાછા પાણી લેવા માટે મોકલે છે.,આ વખતે પાણી ચોખ્ખું હોય આ વખતે શિષ્ય પાણી લઈ આવે છે.
શિષ્ય ને આ બધુ સમજાતુ નથી એટલે બુધ્ધ ને સમજાવવા કહે છે..
આપણે આ લોક ડાઉન માં લોક ડાઉન પહેલા ની આપણી ભાગા દોડી -વ્યસ્તતાં માંથી મુક્ત થતા નજર કરીયે તો આપણી આજુ બાજુ ના સમાજ નું, વિશ્વ નુ ચિત્ર કાંઇક અંશે સ્પષ્ટ થઇ રહ્યું છે.જેના તરફ આપણે સહુ એ નજર કરી મનોમંથન કરવાની જરુર છે- આપણી માનવ સમાજ વ્યવસ્થા અને સંરચના વિષે , વૈશ્વિક વ્યવસ્થા વિષે.
એક તરફ
ભૂખ ,
જીવન જરૂરીયાત વસ્તુ ઓ ની કમી ,
શૉષણ ,
ભ્રષ્ટાચાર ,
માનવ મદદ- સહાય,
કુટુંબ,
સ્ત્રી દ્વારા ઘર માં થતો માનવ શ્રમ,
સામાજીક અંતર - દુરી,
માનસિક તાણ,
શારીરિક બિમારી,
સ્વાસ્થ્ય સુવિધા ,સારવાર
સફાઇ ની પ્રક્રિયા,
સફાઇ કર્મચારી,
આપણી જીવન જીવવાની પધ્ધતિ- સહુલિયત અને મજબૂરી
આવક જાવક
તો બીજી તરફ
ચોખ્ખી હવા ,
પશુ -પક્ષી ના અવાજ,
કુદરતી સાફ વાતાવરણ
પ્રદુષણ મા ઘટાડો અને એવું બીજુ ઘણુ બધુ
આ બધુ આપણી સમક્ષ વધુ સ્પષ્ટ થઇ રહયુ છે ,કહું તો પેલી વાર્તા ના પાણી ની જેમ ચોખ્ખું થઇ રહ્યું છે.
( Image from google )
તો આપણે સહુ એ વિચારવું જ રહ્યું કે ,
શુ હાલ જે આમ વૈશ્વિક વ્યવસ્થા ચાલી રહી એ બરોબર છે ?
શુ એમા દરેક વ્યક્તિ નું હિત જળવાય રહે છે, એથીય આગળ જઈએ તો આ કુદરત અને પૃથ્વી નું હિત જળવાય છે ?
શુ આ માનવ સમાજ ની સંરચના અને વૈશ્વિક વ્યવસ્થામાં બદલાવ ની કોઈ જરુર લાગે છે ? બદલાવ ની જરૂર ઉભી થઇ છે ?
જો જરુર લાગે છે તો એ કેવા પ્રકાર નો હોઇ શકે ? શુ હોઇ શકે ?
શું આપણે ચાહીએ તો કોઈ બદલાવ કરી શકીએ એમ છીયે ખરા એક વ્યક્તિ તરીકે કે માનવ જાત તરીકે ? કે આપણે માનવ સમાજ તરીકે જે દિશા મા આગળ નીકળી ચુકયા છે ત્યાં હવે એ શકય નથી રહયુ?
કે અંતે કુદરતે જ કોઇ ભુમિકા ભજવવી પડશે એ માટે પણ ?
છેલ્લે આપણે એ યાદ રાખવુ જ રહયુ કે આપણે પણ એ કુદરત નો ભાગ છીયે ને કુદરત ના પોતાના નિયમ છે.