Thursday, 26 March 2020

આપણી સમજદારી જરુરી છે ....

આપણી સમજદારી  જરુરી છે ....
હેલો ,
કદાચ આપણે સહુ આ જિંદગીની  આપણી સૌથી કપરી પરિસ્થિતિ મા થી ગુજરવા ના છિયે ત્યારે અમુક વાતો નુ ધ્યાન રાખવાનુ ખુબ જ જરુરી બની રહેવાનુ છે.

આપણે સહુ એ એક સમજુ વ્યક્તિ અને જવાબદાર નાગરિક ની એમ બેવડી ભુમિકા મા કામ કરવાનુ છે આવનારા દિવસો મા.
તંદુરસ્તી સ્વાસ્થ્ય એ વ્યક્તિગત નહી પરંતુ જાહેર જીવન ની એક સામાજિક સમ્પદા છે એ આપણે સહુ એ યાદ રાખવાનુ છે ,સમજવાનુ છે .એટલે  જ આપણે આ કોરોના ની આ માહમારી ને સૌએ ગમ્ભીરતા થી લેવાની તાતી જરુરિયાત છે .

સમજુ  વ્યક્તિ તરિકે આપણે આપણી ,આપણા પરિવાર ની તંદુરસ્તી જાળવવાની છે તો સાથોસાથ આ કોરોના વાયરસ અન્ય ને ના ફેલાય એની જવાબાદાર નાગરિક તરીકે ની ફરજ પણ નિભાવવાની છે.

આ માટે તંત્ર એ તો આપણી  જાહેર જીવન ની પ્રવ્રુતિ ઓ પર કાપ મુક્વા લોક ડાઉન કર્યુ છે ત્યારે આપણે પણ આપણી વ્યક્તિગત પ્રવૃતિ ઓ પર કાપ મુક્વો ખુબ જ જરુરી  છે.આ માટે સોસિયલ ડિસ્ટ્સીગ નુ આપણે ચુસ્ત પણે પાલન કરવાનુ છે.

પણ આ સોસિયલ ડિસ્ટ્સીગ એટ્લે શુ ? આ સોસિયલ ડિસ્ટ્સીગ એટ્લે આપણે  એવી જીવન પધ્ધતિ અપનાવવાની છે કે જેથી ખુદ ને  આ કોરોના વાયરસ નુ ઇંફેક્શન લાગવાની શક્યતા ઘટે એટલુ જ નહી પરન્તુ  એનો ફેલાવો અટ્કાવવામા પણ અગત્ય ની ભુમિકા અદા કરવાની છે. આ માટે આપણે આપણી રોજિદી  પ્રવૃતિ મા થોડો બદ્લાવ કરવાનો છે . જેમ કે , બહુ ટૉળે વળી બેસવુ નહી .જરુર હોય તો જ કોઇ કામ અર્થે ઘર ની બહાર નીક્ળવુ.વૃધ્ધ  વ્યક્તિ અને બાળકો ને  ઘર ની બહાર બહુ ના જવા દેવા.
આ સાથે  જે પણ જરુરી છે એવા તકેદારી  ના પગલા નુ આપણે સહુ એ ચુસ્ત પણે પાલન કરવાનુ છે .જેવા કે માસ્ક પહેરવા,દર બે ત્રણ કલાકે હાથ સાબુ થી 20-30 સેક્ન્ડ ધોવા,જો સાબુ કે  અન્ય વસ્તુ ના હોય તો સેની ટાઇજર નો ઉપયોગ કરવો, નાક લુછવા ટિસ્યુ નો ઉપયોગ કરો તો એને બંધ ઢાક્ણ વાળા કચરા પેટીમા જ ફેંક્વુ, જ્યા ત્યા થુક્વુ નહી.

આ મહામારી ની પરિસ્થિતિ મા પોતની પરવા કર્યા વગર જે સેવા કરી રહ્યા છે ,ફરજ બજવી રહ્યા છે એવા ડોક્ટર ,નર્સ, આરોગ્ય કર્મચારી અને પોલીસ કર્મી  ને એક જાગ્રુત નાગરિક તરીકે પુરતો સહયોગ કરશો.

આવનારા દિવસો માં પણ જીવનજરૂરીયાતની વસ્તુઓ ઉપલબ્ધ રહે એ માટેની સુવિધા જેવી કે કરિયાણા ની દુકાન ,બેંક ,પેટ્રોલપંપ,દવા નો સ્ટોર ચાલુ જ રહેશે .તો આર્થિકસક્ષમ હોય એ લોકો આ વસ્તુઓ જરૂરિયાત મુજબની જ ખરીદે  જેથી આવી વસ્તુઓની કોઈ કૃત્રિમ અછત કે  તન્ગી નાં ઉભી થાય અને આર્થિક રીતે નબળા વર્ગને  તેમજ ખરેખર જરૂરિયાત હોય એ લોકોને આ વસ્તુઓ વાજબી ભાવે મળી રહે.

હાલ જયારે મોટાભાગની કામગરી થંભી ગઇ છે  ત્યારે આપણા આજુબાજુ ના વાતાવરણને ચોખ્ખુ રાખવા ખડેપગે કામ કરતા એ સફાઈકરમીઓને બીરદાવવાનું ભૂલશો નઈં ને એમને પણ કોઇ જરૂરત હોયે તો એ બાબત યોગ્ય મદદરૂપ થજો.

સોસીયલ મીડીયા માં જુદીજુદી પ્રકારની માહીતી ફરતી જ રહે છે ,જૅ અધિકૃત ના હોય તો  લોકો ને ગેર માર્ગે દોરી શકે છે એટલે આવી વાતો થી દૂર રહો ને જેમ તેમ આવા મૅસૅજ ને ફૉરવર્ડ કરશો નહી તો એ પણ એક સમાજસેવા બની રહેશે આ કપરા સમય મા.

આખરે માનવ જ માનવ ને કામ આવશે,એક માણસ જ બીજા માણસ ને તારી શકશે.
માનવતા થી મોટો કૉઈ ધરમ નથી.

No comments:

Post a Comment

The preach

There was the  preach  not just to increase reach  Rather  It is genuine effort  To stitch  The fabric of love, friendship, compassion  To  ...