જ્યારે માણસ મહત્વનો બને છે ત્યારે હીરો-હીરોઇન બને છે પરંતુ જ્યારે મુદ્દો મહત્ત્વનો બને છે ત્યારે હેતુ બને છે.
તલવાર ઉપાડવાનું જોશ તો સૌને હોય જ છે પણ તલવાર ક્યારે અને કયા હેતુ માટે ઉપાડવી તેનો હોશ અને સભાનતા હોવી એથી પણ વધુ જરૂરી છે.
આ ફિલ્મ એમ તો કઈ કેટલાય રૂપકો લઈને આવે છે અને પોતાની વાર્તા કહે છે જેમ કે,ઘોડો,ગધેડું કે જેના પગ બાંધેલા છે,મોહરુ પહેરેલુ રાખતી એ છોકરી.
શહેરી જીવનની છટા મોટેભાગે ફિલ્મોમાં જોવા મળતી હોય છે ત્યારે આ ફિલ્મ ગ્રામ્ય જીવનની વાત લઈને આવે છે.
સામાન્ય માણસની જિંદગી કેટલી સામાન્ય હોય છે પરંતુ ખરેખર કેટલાક સામાન્ય લાગતા પ્રશ્નો એની સામાન્ય જિંદગી મા કેટલા જટિલ હોય છે ?
છાપાઓમાં ,whatsapp ,facebook પર બોર્ડર અંગેના પ્રશ્નો આપણને કેટલા જટિલ લાગતા હોય છે તો કોઈ સામાન્ય માણસના જીવન માં તો એક બસ સ્ટોપ પણ જીવન મરણ ના પ્રસંગ જેટલો જટિલ પ્રશ્ન બની શકે એનો ખ્યાલ આ ફિલ્મ પરથી આવી શકે છે.
ફિલ્મમાં મુખ્ય પાત્ર ધનુષ જ્યારે ઘોડો લઈને પોતાના ગામ ઘર તરફ પાછો આવવા નીકળે છે ત્યારે મને DJANGO UNCHAINED ની યાદ આવી જાય છે તો એ જ્યારે તલવાર લઈને લડે છે ત્યારે GLADIATOR ની યાદ અપાવે છે .
બસ આટલું જ કહેવું છે.
વાચક આ ફિલ્મ જોઈને વધુ સમજી અનુભવી શકશે.