આજે " Ben Franklin effect " વિષે એક એફબી પોસ્ટ વાચી.
ને એના પરથી કઈક આવુ સુજી આવ્યુ.
સંબધ નુ પેલી ચીંચવા ની રમત જેવું છે. ઉચ્ચાલન નો સિદ્ધાંત ચીંચવા ની રમત ની જેમ સબંધ મા પણ લાગુ પડે છે.
જો રમનાર બન્ને વ્યકતિ પરસ્પર વજન ની આપ લે કરશે તો જ બંને રમનાર વ્યકતિ આનંદ નો અનુભવ કરી શકશે.
જો એમ ન થાય તો શુ થાય વિચારી જુઓ જરા..
હા પણ ઘણી વખત એવુ બને છે કે લાગણી વશ એક વ્યકતિ આપતુ જ રહે છે.જયારે સામે વાળી વ્યકતિ યેન કેન પોતાની એ જવાબદારી ટાળતી રહેતી હોય છે.
ને જયારે પુછવામાં આવે તો પોતાની પરિસ્થિતિ થી વળી કયા વાફેક છો અથવા તો અંગત વિષય વસ્તુ ના બહાના તળે અથવા તો એવી ફોર્માલીટી કરવી થોડી જરુરી છે એવી દલીલ સાથે હાજર જ હોય છે.
બસ આ પ્રકારે ઈમોશનલ " શ્વેત " મેલિગ કરી એ આપનાર વ્યકતિ ને બાંધી રાખે છે કોઈ ને કોઈ રીતે..
જો ઈનવેસ્ટમેન્ટ હશે તો રિટર્ન ની અપેક્ષા નિહિત છે માણસ સહજ.
ને એટલે જ મેનેજમેન્ટ કહો કે માવજત જે કહો એ પણ એની જરૂર રહેવાની જ કોઈ પણ સંબધ માં...
No comments:
Post a Comment