Sunday, 15 October 2023

" મૌન મરજી "

એક મૌન તારુ

એક મૌન મારુ

હુ રોજ વિચારુ

કોનુ મૌન સારુ ?

તુ ચુપ કે

તુ તંગ ના થાય

તારી શાંતિ ભંગ ના થાય

હુ પણ ચુપ એટલે કે

તુ તંગ ના થાય

તારી શાંતિ ભંગ ના થાય

ફરક શો એકબીજા ના

આ મૌન નો

સમાધાન નો મુદ્દો

બની ગયો એમા ને એમા ગૌણ તો

તંગ પણ થયો

જંગ પણ થયો

મારો મારી જાત સાથે

તો પણ હુ રહયો મૌન

સંકોરી લીધા હવે શબ્દો, ભાવનાઓ

પછી એમ થાય કે

શુ બોલુ હવે?

શાને કહુ હવે?

તને તારા મૌન ની જાણ

તૂ મારા મન થી અજાણ

હું ય મન માં છુપાવી બેઠો

કઈ કેટલાય ઘટના ક્રમ

કયાય તને જાણ ના થાય એમ રાખી મૌન


બસ

એક મૌન તારુ

એક મૌન મારુ

કહે હવે

કોનુ મૌન સારુ ? 

No comments:

Post a Comment

Pustak

  ઘરના કોઈ ઓરડાની ખુરશીમાં  કે બગીચાના કોઈ બાંકડા પર   કે  બસમાં કે ટ્રેનના ડબ્બામાં મુસાફરીમાં  બેઠા બેઠા જ વિચારો ને વિસ્તારવાની  તક આપે એ...