દરેક વ્યક્તિ
જિંદગીમા કોઇ સમયે કોઇ એવા પડાવ પર આવી પહોંચતો હોય છે જ્યાં એ પાછલા સમય નુ આકલન કે આગળા આવનારા સમય પર
દ્રષ્ટિ પાત કરી શકતો હોય છે.
હકિકતે કોઇ પણ વ્યક્તિ પોતે જિંદગી ના કયા મૂકામે પહોંચી ગયો છે એ કેવી રીતે નક્કી કરી
શકે
છે ?
સીધી સરળ રીતે જોઇએ તો એ એ પોતે
પોતાની સાથેના અન્ય લોકો કે પોતાની સાથે જ
મોટા થયા હોય કે જિંદગી મા આગળ વધેલા કે
પાછળ ધકાયેલા હોય એ લોકો સાથે સરખામણી કરી
ને .
બીજી પણ એક રીત છે જ્યા હાલ જિંદગી ના જે પડાવ પર છે એને પોતાની
જિંદગીના કોઇ પાછલા પડાવ સાથે સરખાવીને એ બાબતે મનોમંથન કરી ને પણ આ બાબતે કોઇ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ.
પહેલી રીતમા કદાચ વ્યક્તિ પોતાના બાહ્ય વિકાસ બાબતે વધુ વાકેફ થાય એવી શક્યતા છે તો કદાચ બીજી રીત મા એ પોતાના આંતરિક વિકાસ બાબતે વાકેફ થાય એવી શક્યતા ઓ વધુ છે . કોઇ
વખત આના થી તદન વિપરિત રીતે પણ મુલ્યાંકન થઇ શકે છે જેનો સમગ્ર આધાર એ વ્યક્તિ અને એના વ્યક્તિત્વ
પર રહેલો છે.
પહેલી રીત મને આઇનસ્ટાઇન ના સાપેક્ષવાદ જેવી લાગે છે. જ્યા આપણે અન્ય સાથી મિત્રો એ કેટલા સમય મા શું હાસલ કર્યુ
, ક્યા થી ક્યા પહોંચી ગયા એનુ સરવૈયુ
કાઢી એને આપણા પોતાના સરવૈયા સાથે જાણે અજાણે સરખાવી બેસતા હોઈએ છીએને અને એ સાપેક્ષ સરખામણી થકી આપણે
આપણી જાત ને મુલવતા હોઇએ છીએ .
બીજી રીત મને કાફ્કા ની પેલી છોકરી અને ડોલ ( ઢીંગલી ) ની વાર્તા જેવી લાગે છે જ્યા વર્ષો પછી જ્યારે એ બાકડા પર અચાનક
મળેલી એ છોકરીને એની એ ખોવાય ગયેલ ડોલ પાછી આપે છે ત્યારે એ છોકરી કહે છે આ
ડોલ મારી ડોલ નથી તો આ તો બહુ બદલાય ગયેલ છે
ત્યારે કાફ્કા એને સમજાવતા કહે છે
એ તો આટલા સમય દરમિયાન દુનિયા ભ્રમણ કરી રહી હતી
એટલે એના મા હવે બદલાવ આવી
ગયો છે એટલે તને આ ડોલ બદલાય ગયેલ લાગે છે.
આપણુ પણ આવુ જ હોય છે આપણે પણ જિંદગી
ની રેખા માથી કોઇ ચોક્કસ બિંદુ થી કોઇ ચોક્કસ બિંદુ સુધી નો
રેખાખંડ લઇએ અને તપાસિયે તો આપણે પણ કેટ કેટલા નવા માણસો ને મળ્યા છીએ , કેવા કેવા માણસો ને મળ્યા હોઈએ છીએ ને નીત
નવા પ્રકાર ના અનુભવો માથી આપણે ગુજરયા
છીએ અને આ બધાને લીધે આપણા
મા કેવા અને કયા પ્રકાર ના પરિવર્તન આવી ગયા છે એનુ સ્વમુલ્યાકન કરી શકીએ છે
હકીકતે આવો ઘટનાક્રમ લગભગ ત્યારે
બને છે જ્યારે કોઇ વ્યક્તિ જે આપણ ને ઓળખતી હોય પણ બહુ લાંબો
પરિચય ના રહ્યો કે લાંબો સમ્પર્ક પણ ના રહ્યો હોય અને પછી ઘણા વરસો બાદ જ્યારે એ વ્યક્તિ સાથે
અનાયાસે જ મળવાનુ થઈ આવે ને પછી જે
નાનો અમથો પણ રસપ્રદ સંવાદ થઇ આવે ત્યારે એમા થી
આગલા સમય ની આપણી ખાતાવહી
માથી એમ જ પસાર થઇ જવાતુ હોય છે.
ને ત્યારે કદાચ થઇ આવે કે
....એમ સૈલિંગ ઇન ધ વેરિ ડિફ્રંટ કાઇંડ ઓફ બોટ ...
( pics from google images )