( Pics from fb and google )
उठेगी अरथी या उठेगी डोली,
बस इसी मजबूरी मे
न जाने कितने सपनो की
चढती रही है बली ।
લાપતા લેડીઝ જોઈ અને એ જ આળે ગાળે દિલ ચાહતા હૈ પણ જોઈ.
એમ જોવા જોઈએ એ બંને મુવી માં સીધી રીતે કોઈ કનેક્શન નથી પરંતુ જોવા જઈએ તો એમાં એક કનેક્શન ખોળી શકાય છે.દિલ ચાહતા હૈ 2001 માં રિલીઝ થયું હતું જ્યારે લાપતા લેડીઝ એ 2001 ની આ વાત છે એ રીતે શરૂ થાય છે .
દિલ ચાહતા હૈ એ ત્રણ યુવાન મિત્ર એટલે કે અભિજાત્ય વર્ગ ના ત્રણ પુરુષ અને તેમના પ્રેમ સંબંધ અને લગ્નની વાત લઈને આવે છે ત્યારે લાપતા લેડીઝ એ જ સમય ગાળામાં ભારતના કોઈ ગ્રામ્ય જીવનની સામાન્ય વર્ગ ની બે યુવા સ્ત્રીઓ ના લગ્ન જીવનની વાત લઈને આવે છે.
બીજી એક મુદ્દાએ પણ મારુ ધ્યાન ખેચયુ કે એ અરસામાં કયા પ્રકારના કેમેરાથી શૂટિંગ થતું હશે પરંતુ દિલ ચાહતા હૈ માં થયેલ શૂટિંગ જાણે આપણે રોજિંદા જીવનમાં હાલ પણ જે રીતે રંગો જોઈએ છે,પ્રકાશ જોઈએ છે,આકાશનો રંગ કે વૃક્ષોનો રંગ જે કુદરતી અવસ્થામાં જોઈએ છે તેવી રીતે જ તે જ પ્રકારના રંગો અને ચિત્રો તમને મુવી જોવા દરમિયાન તાદશ્ય થાય છે જેમા કોઈપણ પ્રકારનું એનહાન્સમેન્ટ જોવા મળતું નથી જે મુવીને વધુ વાસ્તવિક અને સચોટ બનાવી દે છે જ્યારે લાપતા લેડીઝ એમ તો એ જ અરસા ની વાત લઈને આવે છે પરંતુ કેમેરાની ટેકનોલોજી ની કમાલ કે પછી મુવી મેકિંગ ની કમાલ ના લીધે એ સમયગાળાની એ રોનેસ ને એ રીતે નોંધી કે દર્શાવી શકવામાં કયાક ઉણુ ઉતરતું હોય એમ લાગે. દરેક ચિત્ર જાણે ગ્લોસી બની જાય છે ચાહે એ એ ગ્રામ્ય જીવનનું કોઈ સીધું સાધુ ચિત્રણ હોય કે રેલવે સ્ટેશન નુ દ્રશ્ય એ વાસ્તવિકતા ને ઝીલવામાં ક્યાંક કાચું પડતું હોય એમ લાગ્યા કરે છે.
હા એ ચોકકસ સમજવું રહ્યું કે સમયગાળો એક હોવા છતાં એક તરફ એક મુવીમાં પુરુષ પ્રધાન વાર્તા છે તો બીજી તરફ સમયના બદલાવ સાથે એ જ સમયગાળામાં સ્ત્રી પ્રધાન વાર્તા પર ફિલ્મ બનાવી ખૂબ જ મહત્વની અને ઉમદા વાત છે પરંતુ બંને મુવીમાં એક અંડર કરંટ વાત ધ્યાને પડે છે એ ચાહે દિલ ચાહતામાં આકાશનું અગ્રેસન હોય કે પછી લાપતા લેડીઝમાં દીપુ ભૈયાનો દિલ નો આંતરિક વલોપાત અને સંઘર્ષ હોય ..
એ પરથી એટલુ કેહવુ જ રહયુ...
પુરૂષ વ્યક્તિ ખરેખર કોઈ સ્ત્રી વ્યકતિ ને પસંદ કરતો હોય છે ત્યારે એના માટેના પ્રયત્નો અસાધારણ હોઈ શકે છે.
નોંધ :લાપતા લેડીઝ અને દિલ ચાહતા હૈ - બન્ને સરસ મુવી છે..
No comments:
Post a Comment