Thursday, 23 April 2026

Pustak

 




ઘરના કોઈ ઓરડાની ખુરશીમાં 

કે

બગીચાના કોઈ બાંકડા પર 

 કે 

બસમાં કે ટ્રેનના ડબ્બામાં મુસાફરીમાં 


બેઠા બેઠા જ વિચારો ને વિસ્તારવાની 

તક આપે એ સાધન એટલે પુસ્તક 



અહીં તહીં થી માંડી 

અલક મલક ની પાર 

આકાશથી યે આગળ બ્રહ્માંડ માં 


બેઠા બેઠા જ ભ્રમણ કરી લેવાની

તક આપે એ સાધન એટલે પુસ્તક 



હૃદયના કોઈ કોમળ કોતર હોય કે

મગજના ખૂણે ખૂણા ને


બેઠા બેઠા જ ખંગાળી લેવાની


તક આપે એ સાધન એટલે પુસ્તક


No comments:

Post a Comment

Pustak

  ઘરના કોઈ ઓરડાની ખુરશીમાં  કે બગીચાના કોઈ બાંકડા પર   કે  બસમાં કે ટ્રેનના ડબ્બામાં મુસાફરીમાં  બેઠા બેઠા જ વિચારો ને વિસ્તારવાની  તક આપે એ...