Thursday, 18 April 2019

14 th April



14  એપ્રિલ,

ડો .બાબાસાહેબ આંબેડકર  નો જન્મદિવસ

દુનિયા ના  દરેક ખૂણે એ મહાન વ્યક્તિત્વ  ના જન્મદિવસ ની ઉજવણી ની તસવીરો.
 ક્યાંય યોજાયેલા કોઈ યુનિવર્સિટી  લેકચર , ચર્ચા  થી લઇ સામાન્ય માણસો  એ  યોજેલા ડાયરા ને ગીત સંગીત ,નાટક ને અન્ય કેટલીય પ્રવૃતિઓ ને કાર્યક્રમો ને એમાં ગુંજતું  શિક્ષિત બનો , સંગઠિત બનો , સંઘર્ષ કરો  નું એ સૂત્ર.

માનવ અધિકારો માટે એ માણસે આદરેલા પ્રયત્નો ની આજે દેશ દુનિયા નોંધ લઇ રહ્યું છે અને  એમણે  આપેલા  વિચારો આજે દેશ દુનિયા માટે માપદંડ બની રહયા છે.   .

પણ જો ખુબ જ મહત્વ નું  જો કોઈ પરિવર્તન હોય  તે છે શિક્ષણ.

એમની અંગત જિંદગી માં શિક્ષણે  જે બદલાવ આણ્યો  હતો, એમણે એને એક સામાજિક  ક્રાંતિ માં પરિવર્તીત  કરી ભારત દેશ નો હરેક વ્યક્તિ  ચાહે એ  કોઈ પણ સમાજ કે ધર્મ  કે વર્ગ નો   હોય  એક સુશિક્ષિત  નાગરિક બને એવો ધ્યેય .

આજે  પણ કોઈ શહેર ગામ ના રસ્તે સ્કૂલ ડ્રેસ માં કોઈ બાળક ને સ્કૂલ બેગ કે સાદી  થેલી લઇ ને સ્કૂલ જતા જોવ ત્યારે  બાબાસાહેબ ના એ શિક્ષિત સમાજ નિર્માણ  ના એ સુન્દર સપના  ને સાકાર  થઇ  રહ્યા નો  ચોક્કસ અહેસાસ  થાય છે ,કરી શકાય  છે.

શું એ જ  દિશા માં કોઈ  પ્રવૃત્તિ કરી શકાય  એમ સતત મગજ માં વિચાર ચાલતો હતો
આખરે એમ થયું કે કેમ  શિક્ષણ માટે જ કોઈ ટૂર નું આયોજન કરી શકું, જેમાં વિધાર્થિઓ  જ  સામેલ હોય જેને જુદી જુદી  ઉચ્ચ શિક્ષણ  ની સંસ્થાઓ બતાવી શકાય, અવગત કરાવી શકાય.

બસ  અંતે આ વિચાર ક્લિક થઇ જ ગયો.

હવે  બસ વિદ્યાર્થીઓ ની જરૂર હતી એટલે મેં પાંચ સાત ઓળખીતી  વ્યક્તિઓ ને બે ત્રણ વિધાયર્થીઓ મોકલવા  કહ્યું।  જેથી  10 -15 વિધ્યાર્થીઓ થાય તો એ મુજબ વાહન કરાવી શકાય.
પણ જેમ જેમ દિવસ નજીક આવી રહ્યો હતો એમ  કોઈ કોઈ ને વ્યક્તિ   કોઈ કારણસર ના પાડી રહ્યો હતો.
અંતે છેલ્લા  દિવસે એટલે કે 13 એપ્રિલે  રાતે 11  વાગ્યા સુધી હજુ વિદ્યાર્થીઓ મોકલી  આપશો  કે  કેમ  એવી ગડમથલ સાથે હું મિત્રો ને ફોને કરી રહ્યો હતો. બધે થી નકારાત્મક પ્રત્યુત્તર જ મળી રહ્યા હોય ગુસ્સો  પણ આવતો હતો ને હતાશા  પણ લાગી રહી હતી.

અંતે એક મિત્ર  ના ઓળખીતા  વ્યક્તિ  જેમની ગાડી ભાડે થી  કરી હતી  એ ભાઈ એમની દીકરી ની સાથે બીજા બે વિદ્યાર્થી ને લઇ આવશે એવી  ફોને   પાર વાત થઇ   એટલે શાંતિ થી  રાત્રે  સુઈ  ગયો  બસ.

સવારે નવેક વાગ્યા ની આસપાસ ટૂર શરૂ   કરી  અમદાવાદ  શહેર ની વિવિધ  શૈક્ષણિક  સંસ્થાઓ આગળ થતા થતા  એ વિષે ની માહિતી એકત્ર કરતા કરતા  ગાંધીનગર  પહોંચ્યાં। અંતે સેન્ટ્રલ યુનિવર્સીટી  ,ગાંધીનગર પહોંચ્યા। જ્યાં બાબાસાહેબ  વિષે એક કાર્યક્રમ પૂર્ણ થતા ત્યાં હાલ શિક્ષણ લઇ રહેલા  શોધાર્થી વિધાર્થી પાસેથી  ટૂર ના સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ  એમના  શિક્ષણ  ,શૈક્ષણિક પ્રવૃત્તિ ઓ ની  માહિતી મેળવી .

આમ  ફરતા ફરતા થોડી અન્ય શિક્ષણ સંસ્થાઓ જોતા જોતા અમે ઘરે પાછા આવ્યા.

આ સમગ્ર ટૂર દરમિયાન  સાથે આવેલા એ  શિક્ષક મિત્ર અને એ વિધ્યાર્થીઓ  નો આભાર વ્યક્ત કરવો ઘટે જેમણે  જરા પણ નિરસતા   બતાવ્યા  વગર, થાક્યા વગર છેક સુધી સહકાર દાખવ્યો   ને આખી પ્રવૃત્તિ ને સફળ બનાવામાં મુખ્ય ફાળો આપ્યો.

નહીંતર કદાચ આ પ્રકાર ની  પ્રવૃત્તિ  શરૂ  કરવી એજ  એક વિચાર ને સપનું  બનીને  જ રહી જાત.


બસ હમણાં જ એ ભાઈ ને ફોન કરી એમનો અભિપ્રાય લીધો.
ભાઈ ખુદ શિક્ષક હોય એમને  ટૂર ખુબ જ માહિતીપ્રદ ને  વિદ્યાર્થીઓ માટે પ્રેરણા આપે એવી રહી એવું કહ્યું ,
હા સાથો સાથ  કેટલીક  સંસ્થાઓ ને અંદર  થી જોવા  મળી  હોત  તો  ઓર વધુ  સરસ રહેતી  ટુર એમ પણ સૂચવ્યુ.

છેલ્લે  એટલું જ કહીશ અંતે કંઈક  કરી  શક્યા નો આનંદ  અને સંતોષ

14 એપ્રિલ ના રોજ.


----



  

Saturday, 28 April 2018

એ બધુ તો સાચું..પણ - તમે કેવા ..!! ???

હા 2018 મા પણ કોમ્પ્યુટર , ટેક્નિક નિ આધુનિક દુનિયા મા પણ આ પ્રશ્ન આ દેશ ના કેટલાય લોકો નો પીછો નથી છોડતો ..મૂંજવવાનું બાકી નથી મુકતો
આ વરવી ને કડવી  વાસ્તવિકતા ને રૂપેરી પડદે અંકિત કરનારી સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન એમનાં આ વિરલ પ્રયત્ન માટે

" તમે કેવા" આ પ્રશ્ન આજેય કેટલાય માટે પ્રાણ પ્રશ્ન બની જાય છે એ  વાત લઇને આવતું  આ મૂવી એ માત્ર મૂવી જ નથી એ એક મેસેઝ છે કેવી રીતે આ જાતી ની માન્યતાઓ બનેલી છે ,કેવી રીતે એ માનવ ના માનસ ને ઘડે છે ,જેથી ગમે તેટલા શિક્ષણ પછી  પણ એ સંકુચિત માનસીકતા માંથી બહાર નથી નીકળી શકતો જેના કારણે
જેથી એનાં જેવા જ દેખાતા માણસો ને એ ડગલે ને પગલે હિણપત નો અનુભવ  કરાવે  ને જેની  વ્યથા એ વ્યક્તિ ને ગુન્ગળાવી મુકે છે , તૌ ક્યારેક અંદર થિ હચમચાવી દે છે..
 ત્યાંરે એ એનો બદલો લેવા કેટલાય નિત નવા નુસખા કરે છે તો
  તો કંટાળીને ક્યારેક એની સામે બંડ પોકરવાનુ વિચારે છે .
કાંતો એ  શસ્ત્ર લઇ શકે કાંતો કલમ ??

એ બે માંથી મૂંજ્વણ ઊભી થાય તયારે શુ ??
થાકી હારી ને માણસ શુ કરે ??
પ્રેમ કદાચ જાતિ ને નઈ ઓળખતો હોય પણ લગ્ન ચોક્કસ ઓળખે છે..ન એટ્લે જ કદાચ UPSC નાં  ઈંટરવ્યુ મા પણ કદાચ જેટલો  આકરો સવાલ નહી લાગતો  એવો કપરો આ સવાલ  જેના માટે  ક્યારેક શુ શુ  બદલી શકાય તો " તમે કેવા " એ પ્રશ્ન નો વાજબી ઉકેલ લાવી શકાય  ને પોતાની જીંદગી  આ " તમે કેવા " એ  સવાલ નો  સામનો  જ ના કરવો પડે એના માટે પ્રયત્નો કરતો રહે છે
પણ તોય માણસ નું આશાવાદી હોવું એ જ એની મોટી તાકાત છે..
સમાજ માણસ થી બનેલો છે  ને આ માણસ ને સમાજ બન્ને પરિવર્તન શીલ છે ને એટ્લે જ એ જોઇ શક્યો છે સમજી શક્યો છે આવી રહેલા એ બદલાવ ને .. એનેે બદલાવ ની એ આછેરી ઝલક ક્યાંક દેખાય છે.
 બધા જાણે જ છે બધુ રાતો રાત એમ જ નથી બદલાવાનું
એણે માટે થોડી ધીરજ ધરવી પડશે,
બદલાવ ને પેહલા વિચાર મા ને પછી પ્રક્રિયા મા પરિવર્તિત કરવી પડશે
થોડી બાંધ છોડ કરવી પાડશે,થોડુ જતું કરવું પડશે
બન્ને તરફ થિ ને બન્ને પક્ષે
ને  આ જ દેશ નિ ધરતી પર જન્મેલા એ મહાન વ્યક્તિઓ ના સહિષ્ણુતા  ને સમાનતા ના પાઠ ભણવા સમજવા પડશે જ ..

ફરી એક વાર " તમે કેવા " ની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન..
ને એક જોરદાર સલામ...

Tuesday, 5 December 2017

" love ની ભવાઇ " ફિલ્મ પર થી પ્રેરિત શબ્દરચના..

Plz don't say anything..

Emotion ની પરિભાષા મા બહુ માહેર ના હોય
 ને બિઝનેસ ની આંકડાકીય ગણતરી મા ગુચ્વાયેલા રેહતો હોય એ માણસ પ્રેમ નું proposal  મુકે તો એની કવિતા નું ટાઇટલ કેવું હોય ..
થોડુ બરછટ ,થોડુ લિસું ...
થોડુ કડક ,થોડુંક નરમ .. .
 ..પણ આખરે શુ??
proposal ની તૈયારી કરી શકાય
પણ શુ પ્રેમ ની તૈયારી કરી શકાય??

બહુ અઘરો સવાલ છે..

હકીકતે જોઇયે તો
બધા જ વ્યક્તિ emotion ઓળખવા સમજવા મા પારંગત થોડા હોય છે.
ક્યારેક કેટલાંક અગમ્ય અનુભવો કિસ્સાઓ ને કારણે એ બાબતે નકારાત્મક તો કેટલાંક સકારાત્મક અભિગમ ધરાવે છે.

પણ એ બી એટલું જ સત્ય છે કે અમુક ઘટનાક્રમ આ અભિગમ ને બદલી નાખવા માટે સક્ષમ હોય છે,સીમા ચીહન રૂપ સાબીત થતો હોય છે ..



એથી જ કદાચ અમુક તો  એ અનુભવ થકી જ શીખે છે,ભુલ કરે છે,પડે છે,આખડે છે ને અંતે સમજુ બની જાય છે.
પણ અહી સુધી પહોંચતા પહેલા મન જેનાથી  રંગાય જાય છે


I like you થી
I love you ..સુધી ની જે સફર હોય છે
એ દરમિયાન લાગણીઓ નિ જે ભવાઇ રચાય છે એને
શબ્દમા રૂપાંતરિત કરવું..
કદાચ યોગ્ય નથી લાગતુ
કારણ..
એ તો હોય છે અણી શુદ્ધ નિર્દોષ લાગણીઓ .


Sunday, 26 November 2017

સંવિધાન


સંવિધાન દિન ની સંધ્યાએ ...


સંવિધાન એ માત્ર કલમો  યાદ કરવા માટે નથી ,
એ તો કલમ ની તાકાત સમજવા માટે છે ..
સંવિધાન એ દેશ ને ચલાવવા  માટે  નથી માત્ર શિરસ્તો ,
એ તો એક રાષ્ટ્ર બનાવવાનો  છે માર્ગદર્શક રસ્તો .
સંવિધાન એ સમન્વય છે દુનિયા ની વિચાર ધારા ઓનો,
જેે માનવ માનવ સાથે નાં વ્યવહાર ની વાત આલેખે છે ..
એ વાત નથી કરતો  માત્ર  માનવ ની,
એમા તો માનવ નું નાગરિક શુ હોવું એ પણ સુલેખે છે..
એ તો વાત  કરે  છે એ અધિકારો ની,
જે માનવ માટે મૂળભૂત છે..
એ માટે અવાઝ ઉઠાવવાની,
 વાત પણ એમા મજબૂત છે ..
ભૂલશો નહિ કે એમા ફરજો ની પણ વાત છે ,
 જે  આપણે નિભાવવાની છે..
કારણ કે આપણે સહુ એ આપણી દુનિયા ,
સાથે  મળી ને જ બનાવાની છે .

Sunday, 22 October 2017

ભાગ 2 - દિવાળી - ચૂંટણી - આપણે

  ભાગ  2  - દિવાળી - ચૂંટણી  - આપણે
તહેવાર આવે ને ચાલ્યો  પણ  જાય ને આપણે  સહુ ફરી એ જ  રોજિંદી  જીન્દગી  માં  ગોઠવાય જાશું
ચૂંટણી માં  પણ આમ જ થતું હોય છે  એક  દમ માહોલ જામે,મતદાન થાય અને આખરે એનો   મિજાજ  ઓશરે।

લોકશાહી મા નાગરિક - હક -ફરજો - સત્તા - જવાબદારી એકબીજ સાથે સંકળાયેલ હોય   છે.

લોકશાહી મા દરેક ને પોતાની વૈચારિક શક્તિ ને ક્ષમતા મુજબ સમસ્યા  ઉકેલવાની  સ્વાતંત્ર  છે પણ  બંધારણ ની મર્યાદા મા  રહીને   .

 બીજી રીતે કહું તો બંધારણ ને અનુરૂપ પ્રક્રિયા થાકી

ને એવી જ એક   પ્રક્રિયા જે  હરેક નાગરિક ને  સાંકળે છે  એટ્લે જ ચૂંટણી - મત આપવાની  પ્રક્રિયા.
જેનાં થકી આપણે આપણા  નાગરિક તરીકે ના  મૂળભૂત  પ્રશ્નો અને  સમસ્યાઓ નો   ઉકેલ  એક  વ્યવસ્થા ના  રૂપે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીયે છીયે

પણ  સાચો  જવાબ  મેળવવા માટે પેહલા સાચા પ્રશ્નો ને  સાચી સમસ્યા નિ પિછાણ કરવી એંટલી જ જરુરી છે
શું  આપે એક  નાગરિક તરીકે આવો   કોઈ  વિચાર  કર્યો છે ?

શું  કોઈ એવા મુદ્દા છે તમારા મગજ મા જે આપણને  સહુ કોઈ ને સ્પર્શી શકે ?


તમને પણ સીધી રીતે ચૂંટણી  ટાણે અડતા અંગત મુદ્દા વિચારો ને  સમજો કે આવા  મુદ્દા પર કેટલી  વાતો ને ચર્ચા થાય છે ? ને એનાં ઉકેલ માટે ની  બ્લુ પ્રિન્ટ રજુ થાય છે ?

 કારણ  કે  આપણી  પાસે નાગરિક  તરીકે  પ્રશ્નો બહુ છે,

 લોકશાહી  માં ચૂંટણી એ નાગરિક માટે સંગ્રામ નથી , કદાચ ઉમેદવાર માટે હોય શકે  પણ એ પણ ચૂંટણી પૂરતા જ   કારણ  કે એ  ઉમેદવાર હોય કે મતદાર સહુ અંતે તો એક દેશ  રાજ્ય ના નાગરિક છીએ

 ચૂંટણી એ મતદાર તરીકે આપણી  સૌથી  મોટી  લાઈફ લાઇન છે ..
એટલે જ નાગરિક તરીકે  મત આપી  ને  પોતાના  ને સહુ  ના ભાવિ  ને  અનલૉક  કરી શકો છો .
તો મત આપવાનું   ભૂલશો નહીં એ સૌથી મોટી નૈતિક ફરજ છે આપણી નાગરિક તરીકે ..
ખરું ને ...

Thursday, 19 October 2017

ભાગ 1 -- દિવાળી - ચૂંટણી - ફિલ્મ અને આપણે


દિવાળી - ચૂંટણી - ફિલ્મ અને આપણે

આખરે આ દેશ મા સૌથી જોર શોર થી  ઉજવાતો તહેવાર પર્વ દિવાળી આવી ગયો ..

દિવાળી એટ્લે એવો  તહેવાર જેમા સાફ સફાઇ થાય ,રંગરોગાન થાય,નવા કપડા નિ ખરીદી ને મીઠાઈ ની  આપ લે  ને અંતે ફટાકડા ફોડવામાં આવે ..કેટલાંક જોરદાર રીતે ફૂટે  ને તો  એકાદ બે નું સુરસુરિયું  થઈ જાય...

ચૂંટણી માં બી કૈક આવું  જ થતું હોય છે ,કંઈક નિતનવા પોસ્ટર લાગે  જુના નવા ચેહરા ઓના  ,નિત નવા સ્લોગન ને સૂત્રો , જુદા જુદા કલર ના ઝંડા ઓ  રોપાય ,સભા ઓ માં લાકો  એકબીજા ને મળે ને પોતાના મત મતાન્તરો  વહેંચે ને અંતે કોઈ ની ધમાકેદાર જીત  ને કોઈ ની  હાર નું... સમજી જાવ ને

પણ ખરેખર ચૂંટણી એટલે ....

ચુંટણી એટલે  લોકશાહી દેશ નો સૌથી મોટા તહેવાર  નાગરિક પર્વ
ને એ પર્વ  ને  આપણે  થોડા સમય મા  ઉજવીશું

હાલ  ગુજરાત માં માહોલ જામવાની શરૂઆત્ત થઇ ગઈ છે..
ને મેચ બી  કદાચ બહુ રસાકસી વાળી  રહેશે એ પણ  પાકું  લાગે છે...

વાત કરું ફિલ્મ ની

થોડા દિવસ પહેલા જે ઓસ્કાર માટે મોકલાય  છે એ ફિલ્મ ન્યુટન જોઈ ..
જોયા પછી થોડો સમય માટે મગજ બંધ થઇ ગયું
લોકશાહી  દેશ ના  સૌથી મહત્વપૂર્ણ  ઘટનાક્રમ ની વાત  બહુ રોચક રીતે રજુ કરી છે..
જેમ જેમ જોવાં ની  મજા  આવે ને સાથે સાથે  ગડમથલ બી  ઉભી થતી જાય

આઝાદી પછી ભારત ના ભાવિ ના ઘડતર અને એની દેશ તરીકે તાસીર બદલવાની બે મહત્વપૂર્ણ  પ્રક્રિયા
મારા મત  મુજબ
1) ચૂંટણી - ઈલેક્શન
2) શિક્ષણ - એજ્યુકેશન

બને  એવી પ્રકિયા રહી છે જેણે દેશ ના દરેક વ્યક્તિ કુટુંબ ને સ્પર્શ  કર્યો  છે કોઈને કોઈ રીતે.

ફિલ્મ નું નામ ન્યુટન --

સમગ્ર  વિશ્વ  આ   વૈજ્ઞાનિક પ્રતિભા   ને જાણે છે  જેણે આપેલ સિદ્ધાંત એ દુનિયા ના સૌને મહત્વપૂર્ણ એવા ગુરત્વાકર્ષણ બળ થી વાકેફ કર્યા  ને આ હકીકત ને અનુલક્ષીને ફિલ્મ માં ખુબ જ  ઉમદા  ડાયલોગ  પણ આવે છે.

એ આધારે મને પણ  પેલા 1) અને 2) વાળી  વાત પર એક વિચાર ઝબુક્યો
ભારત માં બી આઝાદી અને એની સાથે સાથે  બાબાસાહેબ દ્વારા ઘડાયેલા બંધારણ આવવાની સાથે દરેક વ્યક્તિ ને  એકતરફ સમાન મતાધિકાર  નામનું  બળ  મળ્યું  જેથી એ દેશ  ના ઘડતર ની વ્યવસ્થા  માં  સહભાગી  થઇ શકે તો બીજી તરફ શિક્ષણ થકી  વ્યક્તિગત જિંદગી  અને સમાજ  બદલવાની તક મળી
એ પણ કોઈ પણ પ્રકાર ના  અમિર-ગરીબ , નાત-જાત  અને ધર્મ સંપ્રાદય ,ભાષા પ્રદેશ ના ભેદ ભાવ  વગર. હા પેલા ગુરત્વા કર્ષણ ની જેમ જ  ચાહે એ વજનદાર પથ્થર  પર લાગે   કે  હલકા ફુલકા  પીંછા  પર લાગે  બધે જ એક સરખું..

પણ આ રીતે શરું  થયેલી  વાત  પણ બહુ સુન્દર રીતે આગળ વધે.

નવ યુવાન  મુખ્યપાત્ર  ની  સંજોગાવસાત  ચૂંટણી અધિકારી  તરીકે નિમણૂંક ,
ને ચૂંટણી  માટે સ્થળ પર પહોંચવા માટે સૈનિક નો સાથ.

એક અધિકારી  તરીકે પોતાની ફરજ પ્રત્યે ની  પ્રામાણિકતા  અને  નિષ્ઠા  ની વાત એક તરફ તો,,
માત્ર સરહદ  પાર કામ કરતા સૈનિક  સરહદ પર દુશ્મન  થી  જ રક્ષણ કરે છે એટલું જ નહિ ,
પણ ચૂંટણી જેવી મહત્વ ની  નાગરિક પ્રકિયા ની સુરક્ષા સલામતી માટે કેટલો અગત્ય નો ફાળો આપે છે એનો ખ્યાલ આપે ને એ પણ કોઈ પણ કપરી  પરિસ્થિતિમાં અને કોઈ પણ  પ્રદેશ માં   ...

પણ  આ ગળ જઇયે તેમ સમજાય કે
હજુ આ દેશ ના કેટલાય  છેડાઓ એવા છે જ્યા  લોકો ને પોતાના   નાગરિક હકો માટે રોજે રોજ  કેટલાય સંઘર્ષ માંથી ગુજારવું પડે છે ,તો એક તરફ એ એક યુવાન ઓફિસરે  પણ  એક ચૂંટણી વ્ય્વસ્થિત  થાય એ માટે કેવા કેવા સંઘર્ષ માંથી ગુજરવું પડે છે એનું સુન્દર ચિત્રણ  કર્યું છે.

એ સ્કૂલ ની સફાઈ હોય , ચૂંટણી વ્યવસ્થા ગોઠવવાની  હોય કે આખરે લોકો ને ચૂંટણી માં શું કરવાનું હોય છે એ ચૂંટણી ટાણે જ મત આપનારી પ્રજા  ને સમજાવાની કરવી પડતી  મથામણ.   ત્યારે  સમજાય કે election ને  education નો કેટલો ઊંડો સંબધ છે,ને એ બધું કરવા છતાં અપેક્ષા પ્રમાણે ના થાય ત્યારે  યુવાન ઓફિસર ના મનમાં  ખુરશી પાછળ બતાવેલા કાળા  બ્લૅકબોર્ડ જેવી  ઘેરી હતાશા  ફરી વળે એમાં  શું  નવાઈ ?

એક શિક્ષક  તરીકે ના સ્ત્રી પાત્ર થકી સ્થાનિક લોકો ના મન ની વાત ને વેદના ને વાચા  આપવનો પ્રયત્ન તો   એજ વ્યક્તિ દ્વારાકરવામાં આવતો  પ્રયુક્તિ  પૂર્ણ ઈશારો .

એક યુવાન ઑફિર નું  કામ પ્રત્યે ની આશા અપેક્ષા ની વાત   તો એક  એનુંભવી કર્મચારી ના  પાત્ર થકી  જિંદગી અને  નોકરી  ના  ખટ-મીઠા  અનુભવો અને વ્યવસ્થાની વાસ્તવિક પરિસ્થિતિ નું પરિરૂપ સમજાવાનો  ચમત્કારિક પ્રયોગ .
તો માત્ર એક   હેલીકૉપટર  માં  બેસવા નો  અનુભવ  મળે એવી જ  અન્ય કર્મચારિ  પાત્ર ની નિખાલસ કબૂલાત અને દેશભાવના  માટે સૈનિકો એ કેવા કેવા આદેશો ને અનુભવો માંથી ગુજરવાનું રહે  છે  ચાહે અનચાહે પણ એની સુસ્પષ્ટ વાત .

એક તરફ ચૂંટણી માટે  ઓળખ પત્ર જોઈએ એ કલાસિકલ મિકેનિઝમ  તો બીજી તરફ ચૂંટણી  શાંતિપૂર્ણ   રીતે પ થાય  એ બતાવવાં  માટે ની   ક્વોન્ટમ ચાલાકી ની વિરોધાભાષી  ઘટના ઓ..

તો અંતે યુવાન  પ્રમાણિક  અધિકારી  નો કોઈ પણ ભોગે " fare  ane fearless    " ચૂંટણી માટે   બેધડક સાહસ પૂર્ણ પ્રયત્ન ...

આ બધું જ એક જ પટકથા માં સમાવી લેવાની ને  સિનેમાઘર  ના પડદા પર રજુ કરવાના  અદભુત કલાકસબ માટે  ન્યુટન  ની સમગ્ર ટીમ ને અભિનંદન ને ઓસ્કાર એવોર્ડ  માટે મારા તરફ થી દિલ થી શુભકામનાઓ









 ..

Tuesday, 26 September 2017

એક વિડિઓ જોયો...

એક વિડિઓ જોયો...
બહુ ચોટદાર ને હૃદયદ્રાંવક..
ઍક અંગ્રેજી વાક્ય યાદ આવ્યુ ..
Prevention is better than cure..
પાણી પેહલા પાળ બાંધવી ..
સ્વચ્છતા ની બાબત મા પણ આવુ વિચારી શકાય ખરું કે ...
પ્રશ્ન એ છે કે આપણે કોઈ જગ્યાને  સ્વચ્છ ક્યારે કરવી પડે છે? ..
જ્યારે એ પેહલા ગંદી થઈ હોય ત્યારે...
પણ જો આપણે કોઈ જગ્યા ગંદી જ ના થાય એવું કૈક કરી શકીયે ..
૧) મહદંશે ગંદકી જ ના થાય એવી કાર્યપદ્ધતિ રાખવી
૨) કચરો આમતેમ ફેંકવા ને બદલે મૉટે ભાગે એકત્રિત કરવો એને કચરાપેટી મા નાખો જેથી એનો યોગ્ય રીતે નિકાલ થાય..
કારણ કે..

થતી હોય છે ક્યારેક  ગંદકી ,
આપણા થી જાણતા અજાણતા..
એને સાફ કરવા ઉતરવું પડે છે,
જીવતાં દૌજખ મા કેટલાય ને ફરજ બજાવતા..

Wednesday, 30 August 2017

इशक

इशक ने कहा देखी हे सरहदे..
इशक ने कहा जाना है मजहब को.
बस उसने तो पेहचाना है इनसान को.
उसने कहा मागी किसी वजह को...
उसे कहा बंदिश है भाषा ओर शबद की.
 उसे कहा परवाह हे कीसी अदब की..
ये तो युही हो जाता है.
बस जब नेक दिल से एक नेक दिल  पास आता हे..

Tuesday, 22 August 2017

સૂર્યગ્રહણ...

સૂર્યગ્રહણ ...એક  ખગોળીય ઘટના બાબતે

આજ પૃથ્વી પર બે જુદા જુદા ભૂભાગ પર  સંકળાયેલી

સમજ અને માન્યતાઓ માટે

1) જો શ્રધ્ધા થી કઈ માનવાની નાં નાથી ..
     તો વિજ્ઞાન થકી જાણવાની બી કોઈ ના નથી

2) તર્ક કરો ..
    મિત્રો શ્રધ્ધા ને અંધ શ્રદ્ધા નો ફર્ક કરો..

Thursday, 17 August 2017

The Genius - આલ્બર્ટ આઈન્સ્ટાઈન

આઈન્સ્ટાઈન

વિશ્વ  ની એક બહુ જ જાણીતી ખ્યાતનામ વ્યક્તિ અને  એમની આ ખ્યાતિ  વિજ્ઞાન ની કામગીરી થકી છે  એ બહુ  જોરદાર વાત છે .. ..
પણ  શું  કામ ના થાય ?

દુનિયા ની કોઈ  પણ વસ્તુ - પ્રશ્ન ને વૈજ્ઞાનિક ઢબે જોવા સમજવાની અજબ ની  જિજ્ઞાસા વૃત્તિ ને એ થકી એક  એવા નીયમ તારણ સુધી પોહચ્વાનો અડગ વિશ્વાસ ને અથાક મહેનત  જ એમને વિજ્ઞાન નાં સિદ્ધિ શિખર સુધી લઇ જાય છે...

જેણે  આપેલી થિયોરીથી   દુનિયા નાં વિજ્ઞાન મા એક આમુલ પરિવર્તન આંવ્યું  હોય એ વ્યક્તિ ની  ખ્યાતિ તો  દુનિયા ના ખૂણે ખૂણે પહોંચે જ.....

જેનો  સુચિતાર્થ  દુનિયા  ની એક ઐતિહાસિક  ઘટના એટ્લે કે  વિશ્વ યુદ્ધ ને  એક  એવો વળાંક આપે છે જેથી  દુનિયા ની રાજકીય,સામાજિક ને ભૌગોલિક પૃષ્ઠભૂમિ  મા કાયમ માટે એક  બદલાવ આવી જાય છે .....ત્યારે  એ વ્યક્તિ થી  કોઈ અજાણ્યું  કેમ નું  હોય  શકે ?

મે પણ મારી બુક " એક ડૉક્ટર ની નજરે "  મા એમનાં ખુબ  જાણીતા સૂત્ર પરથી એક વાત મુકી જ છે ..

પણ  હુ  કેમ અહિયાં આ બધી વાત મુકી રહ્યો છું?

એ માટે હુ આભારી છું  નેશનલ  જિઓગ્રાફિક ચેનલ ની જીનિયસ ( genius  )  t v સિરીઝ  નો જેણે  આ વિરલ વ્યક્તિત્વ  ને  બહુ  નજીક થી  ઓળખવાની તક આપી ..
આઈન્સ્ટાઈન  મહાન  વૈજ્ઞાનિક  છે એ આપણે  સહુ જાણીએ છીયે
પણ  એ એક એવા વ્યક્તિ પણ  છે જેણે  પોતાના  વ્યક્તિગત સિદ્ધાંતો ને સ્વાંતંત્ર્ય  ને સૌથી ઊંચું સ્થાન  આપ્યું ને એટલું જ નહી એ  માટે એમને દુનિયા ની કોઈ પણ  તાકાત આગળ નમતું નથી જોખ્યું એ ખુમારી ની જાણ તો  સિરીઝ જોઇ ને  જ થઈ

તો  ભલે દુનિયા  માં  કોઈ વિજ્ઞાન ની કેટલી પણ  જટિલ બાબતો ને ઉકેલી લેમાણસ તરીકે ની એમની  લાગણી ને ભાવનાઓ ને જિંદગી  એક  સામાન્ય  માણસ જેવી જ  ક્યારેક સહજ  તો  ક્યારેક  આંટીઘૂંટી  વાળી  હોય છે એની પ્રતીતિ થઇ.

ને અંતે પાછો સાયન્સ પાર આવુ કે
આઈન્સ્ટાઈન  ના મતે

" ક્યારેક ધારણાઓ જ આપણ  ને  કેટલીક સાયન્ટિફિક  બાબતો  મા દિશાનિર્દેશ કરતી હોય છે "

એ વાત આજે કોઈ scifi  મૂવી જોઇયે ત્યારે એકદમ દમદાર ને  સાચી લાગે    -- જેમ કે આપણે પરગ્રહવાસીઓ   ને જોયા નથી, એમનું અસ્તિત્વ છે કે કેમ એ પણ  જ હજુ પાકું નથી ખબર
તેમ છતા અહિયાં   પોતાની ધારણા ઓ ને આધારે કેટલાય  મૂવી બને  છે
ને પૃથ્વી પર ની સૌથી  સમજદાર પ્રજાતિ એ માટે દિન રાત બ્રહ્માંડ ને ખૂણે ખૂણે ફંફોસિ રહી  છે...સાચું ને!


અંતે એક  વાત
EINSTEIN : GENIUS

એ tv સિરીઝ  જોઈ લેજો  ક્યાંયથી પણ ચુકતા નહિ....   

Wednesday, 9 August 2017

ખેલ ખેલ મે....

ખેલ ખેલ મે....

શતરંજ મા વજીર ની સામે વજીર આવી જાય તો ??
વજીર થી વજીર મારી નખાય ??

મિત્રો મજા  શાની આવે
રમત ચાલુ રહે એમા કે
રમત પુરી થઈ જાય એમા ??

કોણ વધું સારુ ???
મૂર્ખ મિત્ર કે હોશિયાર દુશ્મન....


Pustak

  ઘરના કોઈ ઓરડાની ખુરશીમાં  કે બગીચાના કોઈ બાંકડા પર   કે  બસમાં કે ટ્રેનના ડબ્બામાં મુસાફરીમાં  બેઠા બેઠા જ વિચારો ને વિસ્તારવાની  તક આપે એ...